શ્યામ તારી દ્વારકામાં - Shyam Tari Dvarakaman - Lyrics

શ્યામ તારી દ્વારકામાં

શ્યામ તારી દ્વારકામાં કેમ કરી આવું?
એવડી એ દ્વારકામાં આવડું આ ગોકુળ
કહે ને રે શ્યામ કેમ લાવું?
તારી દ્વારકામાં કેમ કરી આવું?

      જમનાની સાટું તું દરિયો આપે છે
      પણ દરિયામાં પૂર કેમ આવશે?
      તારી મરજાદી ગોમતીના બાંધેલા ઘાટમાં
      કેમ કરી વનરાવન વાવું?
      તારી દ્વારકામાં કેમ કરી આવું?

      વાંસળિયું સાટું તું સોનાની શરણાયું
      દેવાની દે છે ડંફાસ
      શરણાયું કેમ કરી ભીતરમાં વાગશે
      જેમાં નહિ હોય તારા શ્વાસ?
      તારા મહેલુંના પાણામાં
      વનરાનાં ગાણાંને
      કહેને રે શ્યામ કેમ ગાવું?
      તારી દ્વારકામાં કેમ કરી આવું?

      ગોરસના ઘૂંટ તને કડવા લાગે છે
      અને આવે છે અમૃતમાં સ્વાદ
      ગાયુંની ઘંટડીયું ગોઠે ના શ્યામ તને
      ગમતા છે નોબતુંના નાદ
      ઓઢ્યું છે એક અમે ગોકુળનું ઓઢણું
      કેમ કરી દ્વારકાનું ધારું
      તારી દ્વારકામાં કેમ કરી આવું?

-ઈસુભાઈ આયદાન ગઢવી


Shyam Tari Dvarakaman

Shyam tari dvarakaman kem kari avun?
evadi e dvarakaman avadun a gokula
kahe ne re shyam kem lavun?
tari dvarakaman kem kari avun?

      jamanani satun tun dariyo ape chhe
      pan dariyaman pur kem avashe?
      tari marajadi gomatin bandhel ghaṭaman
      kem kari vanaravan vavun?
      tari dvarakaman kem kari avun?

      vansaliyun satun tun sonani sharanayun
      devani de chhe danfasa
      sharanayun kem kari bhitaraman vagashe
      jeman nahi hoya tar shvasa?
      tar mahelunna panaman
      vanaranan gananne
      kahene re shyam kem gavun?
      tari dvarakaman kem kari avun?

      gorasan ghunṭa tane kadav lage chhe
      ane ave chhe amrutaman swada
      gayunni ghanṭadiyun gothe n shyam tane
      gamat chhe nobatunna nada
      odhyun chhe ek ame gokulanun odhanun
      kem kari dvarakanun dharun
      tari dvarakaman kem kari avun?

-isubhai ayadan gadhavi

Source: Mavjibhai