શ્યામ તારી વાંસલડી મારે બનવું છે - Shyam Tari Vansaldi Mare Banvu Chhe - Lyrics

શ્યામ તારી વાંસલડી મારે બનવું છે

શ્યામ તારી વાંસલડી મારે બનવું છે
શ્યામ તારા અધરોની સાથે મારે રમવું છે (૨),
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે
સુર છેડે તું, મારે સંગીત થઈને રેલાવું છે (૨) … શ્યામ તારી વાંસલડી
માથે પધરાવ તું તારી અલક લટોમાં રમવું છે (૨),
તારુંતે મોરપીંછ શ્યામ મારે બનવું છે (૨),
નયનોમાં તારા મારે વીજ થઈને વસવું છે (૨),
એવી તારી આંખોનું કાજળ મારે બનવું છે (૨)… શ્યામ તારી વાંસલડી
નર્તનમાં તારા ક્યારેક છમ-છમ થઈને બજવું છે (૨)
એવા તારા ચરણોનું ઝાંઝર મારે બનવું છે (૨),
તુજને વીંટળાઈ રહું, સદા અંગ લહેરાઈ રહું (૨),
વીજળીશું પીળું પીતાંબર મારે બનવું છે (૨) … શ્યામ તારી વાંસલડી
કરમાં ઝલાઈ રહું, કાવ્યો રચાઈ રહું (૨),
“નીતાની” એવી રસીલી કલામ બનવું છે (૨),
શ્યામ તારી માધુરી વાંસલડી મારે બનવું છે (૨) … શ્યામ તારા અધરોની

Shyam Tari Vansaldi Mare Banvu Chhe

Shyam Tari Vansaldi Mare Banvu Chhe
Shyām tārā adharonī sāthe māre ramavun chhe (2),
Shyām tārī vānsalaḍī māre banavun chhe
Sur chheḍe tun, māre sangīt thaīne relāvun chhe (2) … Shyām tārī vānsalaḍī
Māthe padharāv tun tārī alak laṭomān ramavun chhe (2),
Tārunte morapīnchha shyām māre banavun chhe (2),
Nayanomān tārā māre vīj thaīne vasavun chhe (2),
Evī tārī ānkhonun kājaḷ māre banavun chhe (2)… Shyām tārī vānsalaḍī
Nartanamān tārā kyārek chhama-chham thaīne bajavun chhe (2)
Evā tārā charaṇonun zānzar māre banavun chhe (2),
Tujane vīnṭaḷāī rahun, sadā anga laherāī rahun (2),
Vījaḷīshun pīḷun pītānbar māre banavun chhe (2) … Shyām tārī vānsalaḍī
Karamān zalāī rahun, kāvyo rachāī rahun (2), “Nītānī” evī rasīlī kalām banavun chhe (2),
Shyām tārī mādhurī vānsalaḍī māre banavun chhe (2) … Shyām tārā adharonī