સિકંદરના ચાર ફરમાન - Sikandaran Char Faramana - Lyrics

સિકંદરના ચાર ફરમાન

મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો
મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો

જે બાહુબળથી મેળવ્યું એ ભોગવી પણ ના શક્યો
અબજોની દોલત આપતાં પણ એ સિકંદર ના બચ્યો

(૨)
મારું મરણ થાતાં બધા હથિયાર લશ્કર લાવજો
પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો

આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું
વિકરાળ દળ ભૂપાળને નહિ કાળથી છોડાવી શક્યું

(૩)
મારા બધાં વૈદો હકીમોને અહીં બોલાવજો
મારો જનાજો એ જ વૈદોને ખભે ઉપડાવજો

કહો દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે?
દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે?

(૪)
ખુલ્લી હથેળી રાખીને જીવો જગતમાં આવતાં
ને ખાલી હાથે સૌ જનો આ જગતથી ચાલ્યા જતાં

યૌવન ફના, જીવન ફના, જર ને જવાહર છે ફના
પરલોકમાં પરિણામ ફળશે પુણ્યનાં ને પાપનાં


Sikandaran Char Faramana

Mar maran vakhate badhi milakat ahin patharavajo
Mari nanami sath kabrastanaman pan lavajo

Je bahubalathi melavyun e bhogavi pan n shakyo
Abajoni dolat apatan pan e sikandar n bachyo

(2)
Marun maran thatan badh hathiyar lashkar lavajo
Pachhal rahe mrutadeh agal sarvane dodavajo

Akh jagatane jitanarun sainya pan radatun rahyun
Vikaral dal bhupalane nahi kalathi chhodavi shakyun

(3)
Mar badhan vaido hakimone ahin bolavajo
Maro janajo e j vaidone khabhe upadavajo

Kaho dardion dardane dafanavanarun kon chhe? Dori tuti ayushyani to sandhanarun kon chhe?

(4)
Khulli hatheli rakhine jivo jagataman avatan
Ne khali hathe sau jano a jagatathi chalya jatan

Yauvan fana, jivan fana, jar ne javahar chhe fana
Paralokaman parinam falashe punyanan ne papanan

Source: Mavjibhai