સ્નેહધામ સૂનાં સૂનાં રે - Snehadham Sunan Sunan Re - Gujarati

સ્નેહધામ સૂનાં સૂનાં રે

સૂનાં મંદિર સૂનાં માળિયાં
ને મારા સૂના હૈયાના મહેલ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે
આઘી આશાઓ મારા ઉરની
ને કંઈ આઘા આઘા અલબેલ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે

સૂનાં સૂનાં તે મારા ઓરડા
ને એક સૂની અંધાર રાત રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે
પાનાં પ્રારબ્ધના ફેરવું
મહી આવે વિયોગની વાત રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે

સૂની વસન્ત સૂની વાડીઓ
મારા સૂનાં સવાર ને બપોર રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે
સહિયરને સંગ હું બહાવરી
મારો ક્યાં છે કળાયેલ મોર રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે

સૂનું સૂનું આભ આંગણું
ને વળી સૂની સંસારિયાંની વાટ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે
માથે લીધાં જળબેડલાં રે
હું તો ભૂલી પડી રસઘાટ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે

સૂની સૂની મારી આંખડી
ને પેલો સૂનો આત્માનો આભ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે
પ્રીતમ પ્રેમ કેમ વીસર્યા
એવો દીઠો અપ્રીતમાં શો લાભ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે

સૂનાં સૂનાં ફૂલે ફૂલડાં
મારા સૂનાં સિંહાસન કાન્ત રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે
આંબાની ડાળી મહોરે નમી
મહી કોયલ કરે કલ્પાંત રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે

સૂનો સૂનો મારો માંડવો
ને ચારુ સૂના આ ચન્દની ચોક રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે
રસિયાને રંગમહેલ એકલી
મારે નિર્જન ચૌદેય લોક રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે

સૂનો હિન્ડોલો મારા સ્નેહનો
ને કાંઈ સૂનો આ દેહનો હિન્ડોલ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે
વહાલાની વાગે દૂર વાંસળી
નાથ આવો બોલો એક બોલ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે


स्नेहधाम सूनां सूनां रे

सूनां मंदिर सूनां माळियां
ने मारा सूना हैयाना महेल रे
स्नेहधाम सूनां सूनां रे
आघी आशाओ मारा उरनी
ने कंई आघा आघा अलबेल रे
स्नेहधाम सूनां सूनां रे

सूनां सूनां ते मारा ओरडा
ने एक सूनी अंधार रात रे
स्नेहधाम सूनां सूनां रे
पानां प्रारब्धना फेरवुं
मही आवे वियोगनी वात रे
स्नेहधाम सूनां सूनां रे

सूनी वसन्त सूनी वाडीओ
मारा सूनां सवार ने बपोर रे
स्नेहधाम सूनां सूनां रे
सहियरने संग हुं बहावरी
मारो क्यां छे कळायेल मोर रे
स्नेहधाम सूनां सूनां रे

सूनुं सूनुं आभ आंगणुं
ने वळी सूनी संसारियांनी वाट रे
स्नेहधाम सूनां सूनां रे
माथे लीधां जळबेडलां रे
हुं तो भूली पडी रसघाट रे
स्नेहधाम सूनां सूनां रे

सूनी सूनी मारी आंखडी
ने पेलो सूनो आत्मानो आभ रे
स्नेहधाम सूनां सूनां रे
प्रीतम प्रेम केम वीसर्या
एवो दीठो अप्रीतमां शो लाभ रे
स्नेहधाम सूनां सूनां रे

सूनां सूनां फूले फूलडां
मारा सूनां सिंहासन कान्त रे
स्नेहधाम सूनां सूनां रे
आंबानी डाळी महोरे नमी
मही कोयल करे कल्पांत रे
स्नेहधाम सूनां सूनां रे

सूनो सूनो मारो मांडवो
ने चारु सूना आ चन्दनी चोक रे
स्नेहधाम सूनां सूनां रे
रसियाने रंगमहेल एकली
मारे निर्जन चौदेय लोक रे
स्नेहधाम सूनां सूनां रे

सूनो हिन्डोलो मारा स्नेहनो
ने कांई सूनो आ देहनो हिन्डोल रे
स्नेहधाम सूनां सूनां रे
वहालानी वागे दूर वांसळी
नाथ आवो बोलो एक बोल रे
स्नेहधाम सूनां सूनां रे


Snehadham Sunan Sunan Re

Sunan mandir sunan maliyan
ne mara suna haiyana mahel re
snehadham sunan sunan re
aghi ashao mara urani
ne kani agha agha alabel re
snehadham sunan sunan re

Sunan sunan te mara orada
ne ek suni andhar rat re
snehadham sunan sunan re
panan prarabdhana feravun
mahi ave viyogani vat re
snehadham sunan sunan re

Suni vasanta suni vadio
mara sunan savar ne bapor re
snehadham sunan sunan re
sahiyarane sanga hun bahavari
maro kyan chhe kalayel mor re
snehadham sunan sunan re

Sunun sunun abh anganun
ne vali suni sansariyanni vat re
snehadham sunan sunan re
mathe lidhan jalabedalan re
hun to bhuli padi rasaghat re
snehadham sunan sunan re

Suni suni mari ankhadi
ne pelo suno atmano abh re
snehadham sunan sunan re
pritam prem kem visarya
evo ditho apritaman sho labh re
snehadham sunan sunan re

Sunan sunan fule fuladan
mara sunan sinhasan kanta re
snehadham sunan sunan re
anbani dali mahore nami
mahi koyal kare kalpanta re
snehadham sunan sunan re

Suno suno maro mandavo
ne charu suna a chandani chok re
snehadham sunan sunan re
rasiyane rangamahel ekali
mare nirjan chaudeya lok re
snehadham sunan sunan re

Suno hindolo mara snehano
ne kani suno a dehano hindol re
snehadham sunan sunan re
vahalani vage dur vansali
nath avo bolo ek bol re
snehadham sunan sunan re


Snehadhām sūnān sūnān re

Sūnān mandir sūnān māḷiyān
ne mārā sūnā haiyānā mahel re
snehadhām sūnān sūnān re
āghī āshāo mārā uranī
ne kanī āghā āghā alabel re
snehadhām sūnān sūnān re

Sūnān sūnān te mārā oraḍā
ne ek sūnī andhār rāt re
snehadhām sūnān sūnān re
pānān prārabdhanā feravun
mahī āve viyoganī vāt re
snehadhām sūnān sūnān re

Sūnī vasanta sūnī vāḍīo
mārā sūnān savār ne bapor re
snehadhām sūnān sūnān re
sahiyarane sanga hun bahāvarī
māro kyān chhe kaḷāyel mor re
snehadhām sūnān sūnān re

Sūnun sūnun ābh āngaṇun
ne vaḷī sūnī sansāriyānnī vāṭ re
snehadhām sūnān sūnān re
māthe līdhān jaḷabeḍalān re
hun to bhūlī paḍī rasaghāṭ re
snehadhām sūnān sūnān re

Sūnī sūnī mārī ānkhaḍī
ne pelo sūno ātmāno ābh re
snehadhām sūnān sūnān re
prītam prem kem vīsaryā
evo dīṭho aprītamān sho lābh re
snehadhām sūnān sūnān re

Sūnān sūnān fūle fūlaḍān
mārā sūnān sinhāsan kānta re
snehadhām sūnān sūnān re
ānbānī ḍāḷī mahore namī
mahī koyal kare kalpānta re
snehadhām sūnān sūnān re

Sūno sūno māro mānḍavo
ne chāru sūnā ā chandanī chok re
snehadhām sūnān sūnān re
rasiyāne rangamahel ekalī
māre nirjan chaudeya lok re
snehadhām sūnān sūnān re

Sūno hinḍolo mārā snehano
ne kānī sūno ā dehano hinḍol re
snehadhām sūnān sūnān re
vahālānī vāge dūr vānsaḷī
nāth āvo bolo ek bol re
snehadhām sūnān sūnān re


Source : મહાકવિ નાનાલાલ