સુખદુઃખ મનમાં ન આણીએ - Sukhaduahkha Manaman N Anie - Lyrics

સુખદુઃખ મનમાં ન આણીએ

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં
સુખદુઃખ મનમાં ન આણીએ.

નળરાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી
સુખદુઃખ મનમાં ન આણીએ.

પાંચ પાંડવ સરખાં બાંધવા, જેને દ્રૌપદી રાણી
બાર વરસ વન ભોગવ્યાં, નયને નિદ્રા ન આણી
સુખદુઃખ મનમાં ન આણીએ.

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી
સુખદુઃખ મનમાં ન આણીએ.

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી
દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી
સુખદુઃખ મનમાં ન આણીએ.

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી
તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી
સુખદુઃખ મનમાં ન આણીએ.

શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી
સુખદુઃખ મનમાં ન આણીએ.

એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે
સુખદુઃખ મનમાં ન આણીએ.

સર્વ કોઈને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંયાના સ્વામી
સુખદુઃખ મનમાં ન આણીએ.

- નરસિંહ મહેતા


Sukhaduahkha Manaman N Anie

Sukhaduahkha manaman n anie, ghat sathe re ghadiyan
Talyan te koinan nav ṭale, raghunathanan jadiyan
Sukhaduahkha manaman n anie.

Nalaraj sarakho nar nahin jeni damayanti rani
Ardhe vastra vanaman bhamyan, n malyan anna ne pani
Sukhaduahkha manaman n anie.

Pancha pandav sarakhan bandhava, jene draupadi rani
Bar varas van bhogavyan, nayane nidra n ani
Sukhaduahkha manaman n anie.

Sit sarakhi sati nahin, jen ramaji swami
Ravan tene hari gayo, sati mahaduahkha pami
Sukhaduahkha manaman n anie.

Ravan sarakho rajiyo, jeni mandodari rani
Dash mastak chhedai gayan, badhi lanka luntani
Sukhaduahkha manaman n anie.

Harishchandra raya satavadiyo, jeni taramati rani
Tene vipatti bahu re padi, bharyan nich gher pani
Sukhaduahkha manaman n anie.

Shivaji sarakh sat nahin, jeni paravati rani
Bholavaya bhiladi thaki, tapaman khami ganani
Sukhaduahkha manaman n anie.

E vichari harine bhajo, te sahaya j karashe
Juo age sahaya ghani kari, tethi artha j sarashe
Sukhaduahkha manaman n anie.

Sarva koine jyare bhid padi, samarya antarayami
Bhavat bhangi bhudhare, mahet narasainyan swami
Sukhaduahkha manaman n anie.

-narasinha maheta