સ્વર્ગને - Svargane - Gujarati

સ્વર્ગને

(વસંતતિલકા - સૉનેટ)
તારી પાસે જ સુખ રાખ સમસ્ત તારાં
તારાં જ કલ્પતરુ તારી જ કામધેનુ
તારાં જ નંદન નિરંતર નિત્ય ન્યારાં
તારી જ ઉર્વશી અહીં નહિ કામ એનું

હે સ્વર્ગ! સપ્ત સુખપાશ વિષે પડેલા
મારે વિલાસતણું વર્તુળ જોઈએ ના!
જ્યાં રૂઢ રૂપ અનુસાર જ સૌ ઘડેલા
ત્યાં ઉન્નતિક્રમ અખંડિત હોય શેના?

હું પૃથ્વીપુત્ર પદ-હેઠ રસાતલોને
ચાંપી ચહું ચરમચુંબિત સત્યસીડી
વાટે વટાવી જઉં વ્યાપક વિસ્મયોને
પ્હોંચી જઈ પરમને લઉં ગાઢ ભીડી

સ્વર્ગો પવિત્ર પદની રજમાત્ર જેની
ચાહું ચિરંતન સુખાવહ સેવ તેની


स्वर्गने

(वसंततिलका - सॉनेट)
तारी पासे ज सुख राख समस्त तारां
तारां ज कल्पतरु तारी ज कामधेनु
तारां ज नंदन निरंतर नित्य न्यारां
तारी ज उर्वशी अहीं नहि काम एनुं

हे स्वर्ग! सप्त सुखपाश विषे पडेला
मारे विलासतणुं वर्तुळ जोईए ना!
ज्यां रूढ रूप अनुसार ज सौ घडेला
त्यां उन्नतिक्रम अखंडित होय शेना?

हुं पृथ्वीपुत्र पद-हेठ रसातलोने
चांपी चहुं चरमचुंबित सत्यसीडी
वाटे वटावी जउं व्यापक विस्मयोने
प्होंची जई परमने लउं गाढ भीडी

स्वर्गो पवित्र पदनी रजमात्र जेनी
चाहुं चिरंतन सुखावह सेव तेनी


Svargane

(vasantatilaka - soneta)
Tari pase j sukh rakh samasta taran
Taran j kalpataru tari j kamadhenu
Taran j nandan nirantar nitya nyaran
Tari j urvashi ahin nahi kam enun

He svarga! sapta sukhapash vishe padela
Mare vilasatanun vartul joie na! Jyan rudh rup anusar j sau ghadela
Tyan unnatikram akhandit hoya shena?

Hun pruthviputra pada-heth rasatalone
Chanpi chahun charamachunbit satyasidi
Vate vatavi jaun vyapak vismayone
Phonchi jai paramane laun gadh bhidi

Svargo pavitra padani rajamatra jeni
Chahun chirantan sukhavah sev teni


Svargane

(vasantatilakā - sŏneṭa)
Tārī pāse j sukh rākh samasta tārān
Tārān j kalpataru tārī j kāmadhenu
Tārān j nandan nirantar nitya nyārān
Tārī j urvashī ahīn nahi kām enun

He svarga! sapta sukhapāsh viṣhe paḍelā
Māre vilāsataṇun vartuḷ joīe nā! Jyān rūḍh rūp anusār j sau ghaḍelā
Tyān unnatikram akhanḍit hoya shenā?

Hun pṛuthvīputra pada-heṭh rasātalone
Chānpī chahun charamachunbit satyasīḍī
Vāṭe vaṭāvī jaun vyāpak vismayone
Phonchī jaī paramane laun gāḍh bhīḍī

Svargo pavitra padanī rajamātra jenī
Chāhun chirantan sukhāvah sev tenī


Source : પૂજાલાલ