તાળી પડે છે સવાલાખ ની રે - Tali Pade Chhe Sava Lakh Ni re -Gujarati &English Lyrics

તાળી પડે છે સવાલાખ ની રે,
ગરબાના મૂલ નો થાય દેવી અંબિકા,
તાળી પડે છે સવા લાખની રે

મંડપ બાંધ્યો છે નર્યા ફૂલ નો રે ,
મહેક મલક માં નો માય દેવી અંબિકા,
તાળી પડે છે સવા લાખની રે

સોપો પડ્યો આકાશમાં રે,
ચાંદો તો બહુ મુંજાય દેવી અંબિકા,
તાળી પડે છે સવા લાખની રે …

દીવા બળે ભર્યા હેત ના રે ,
તેજ એના રેલાય દેવી અંબિકા,
તાળી પડે છે સવા લાખની રે …

પગલા પડે જ્યાં હેમના રે,
એને શે ધૂળ કહેવાય દેવી અંબિકા,
તાળી પડે છે સવા લાખની રે

સો સો કોયલ ટોળે વળી રે ,
મીઠી મીઠી ટહુકાય દેવી અંબિકા,
તાળી પડે છે સવા લાખની રે

રાધા પૂછે બહેન રુક્ષ્મણી રે,
શાની આ રમઝટ થાય દેવી અંબિકા,
તાળી પડે છે સવા લાખની રે

ગબ્બર ગોખેથી માં ઉતર્યા રે ,
અંબિકા ગરબા ગાય દેવી અંબિકા,
તાળી પડે છે સવા લાખની રે

Tali Pade Chhe Sava Lakh Ni re

Tali pade chhe savalakh ni re,
Garaban mul no thaya devi anbika,
Tali pade chhe sav lakhani re

Mandap bandhyo chhe narya ful no re ,
Mahek malak man no maya devi anbika,
Tali pade chhe sav lakhani re

Sopo padyo akashaman re,
Chando to bahu munjaya devi anbika,
Tali pade chhe sav lakhani re …

Div bale bharya het n re ,
Tej en relaya devi anbika,
Tali pade chhe sav lakhani re …

Pagal pade jyan heman re,
Ene she dhul kahevaya devi anbika,
Tali pade chhe sav lakhani re

So so koyal tole vali re ,
Mithi mithi ṭahukaya devi anbika,
Tali pade chhe sav lakhani re

Radh puchhe bahen rukshmani re,
Shani a ramazat thaya devi anbika,
Tali pade chhe sav lakhani re

Gabbar gokhethi man utarya re ,
Anbik garab gaya devi anbika,
Tali pade chhe sav lakhani re