તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો - Tame Shyam Thai Ne Fuko, Mane Vasadi Banavo - Lyrics

તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો,
પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો.
તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો,
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.

ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.
તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો,
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો.


Tame shyām thaīne fūnko mane vānsaḷī banāvo,
Pachhī ābh thaīne vyāpo mane vādaḷī banāvo.
Tame parvato ūṭhāvo ke pachhī koī rath bachāvo,
Mane bhār kanī n lāge bhale āngaḷī banāvo.

Bhale angathī chhūṭīshun, paṇ sanga yād raheshe
Tame sāpa-rūp lo to, mane kānchaḷī banāvo.
Tame ānkhamān vaso chho tame shvāsamān shvaso chho,
Ame toya tamane joshun bhale āndhaḷī banāvo.