તેં શું કર્યું?
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
તેં શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળા બજારો, મોંઘવારી: ના સીમા!’
- રોષથી સૌ દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાનેય શિર આવે ન, જો! તેં શું કર્યું?
આપબળ ખર્ચ્યું પૂરણ?
જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢકાંગરા: કરવત ગળે.
ગાફેલ, થા હુંશિયાર!
તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે?
શી સ્વર્ગદુર્લભ મૃતિકાનો પુણ્યમય તુજ પિંડ છે.
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ:
એ સ્વાતંત્ર્યદિનની બંદગી.
तें शुं कर्युं?
देश तो आझाद थातां थई गयो,
तें शुं कर्युं?
देश जो बरबाद थातां रही गयो,
ए पुण्य आगळ आवीने कोनुं रह्युं?
‘लांच रुश्वत, ढील, सत्तादोर, मामामाशीना,
काळा बजारो, मोंघवारी: ना सीमा!’
- रोषथी सौ दोष गोख्या,
गाळथी बीजाने पोंख्या.
आळ पोतानेय शिर आवे न, जो! तें शुं कर्युं?
आपबळ खर्च्युं पूरण?
जो, देशना आ भाग्यमां तें शुं भर्युं?
स्वातंत्र्यनी किंमत चूकववी हर पळे;
स्वातंत्र्यना गढकांगरा: करवत गळे.
गाफेल, था हुंशियार!
तुं दिनरात निज सौभाग्यने शुं निंदशे?
शी स्वर्गदुर्लभ मृतिकानो पुण्यमय तुज पिंड छे.
हर एक हिंदी हिंद छे,
हर एक हिंदी हिंदनी छे जिंदगी.
हो हिंद सुरभित फुल्लदल अरविंद:
ए स्वातंत्र्यदिननी बंदगी.
Ten Shun Karyun?
Desh to azad thatan thai gayo,
Ten shun karyun? Desh jo barabad thatan rahi gayo,
E punya agal avine konun rahyun?
‘lanch rushvata, dhila, sattadora, mamamashina,
Kala bajaro, monghavari: na sima!’
- roshathi sau dosh gokhya,
Galathi bijane ponkhya. Al potaneya shir ave na, jo! ten shun karyun? Apabal kharchyun purana? Jo, deshana a bhagyaman ten shun bharyun? Svatantryani kinmat chukavavi har pale;
Svatantryana gadhakangara: karavat gale. Gafela, tha hunshiyara! Tun dinarat nij saubhagyane shun nindashe? Shi svargadurlabh mrutikano punyamaya tuj pinda chhe. Har ek hindi hinda chhe,
Har ek hindi hindani chhe jindagi. Ho hinda surabhit fulladal aravinda:
E swatantryadinani bandagi.
Ten shun karyun?
Desh to āzād thātān thaī gayo,
Ten shun karyun? Desh jo barabād thātān rahī gayo,
E puṇya āgaḷ āvīne konun rahyun?
‘lānch rushvata, ḍhīla, sattādora, māmāmāshīnā,
Kāḷā bajāro, monghavārī: nā sīmā!’
- roṣhathī sau doṣh gokhyā,
Gāḷathī bījāne ponkhyā. Āḷ potāneya shir āve na, jo! ten shun karyun? Āpabaḷ kharchyun pūraṇa? Jo, deshanā ā bhāgyamān ten shun bharyun? Svātantryanī kinmat chūkavavī har paḷe;
Svātantryanā gaḍhakāngarā: karavat gaḷe. Gāfela, thā hunshiyāra! Tun dinarāt nij saubhāgyane shun nindashe? Shī svargadurlabh mṛutikāno puṇyamaya tuj pinḍa chhe. Har ek hindī hinda chhe,
Har ek hindī hindanī chhe jindagī. Ho hinda surabhit fulladal aravinda:
E swātantryadinanī bandagī.
Source : ઉમાશંકર જોશી