થશે શું મુજ મરણ પછી…
(દ્રુતવિલમ્બિત)
જઈશ જ્યાં જનમ્યાં સહુએ જતાં
પરહરી જગપન્થ તહીં તદા-
ભ્રમણ શું ફરતું અટકી જશે?
શિથિલ ચક્ર કદી જગનું થશે?
ઝરણ શું વહતાં વિરમી જશે?
જલધિ ગર્જન ઘોર શું ત્યાગશે?
તજી, તરુ-વન-કંદર ભવ્યતા
ગ્રહણ કરશે શું કદિ દીનતા?
મુરખ! વીચિ અસંખ્ય સમુદ્રમાં
લઘુ ગુરૂ નિપજી લય પામતાં;
શતસહસ્ર નભે ઉડુઓ ઉગે
પળ પ્રકાશી વળી પળમાં ડૂબે;
તદપિ વીચિ અસંખ્ય હજી ઉઠે
નિપજશે કંઈ કોટિ ભવિષ્યમાં;
મુરખ! જો! હજી અંબર તેનું તે
ખરી જતાં પણ ના ગણના ઘટે!
(૨૧-૧૧-૧૯૩૦)
-નલિન મણિશંકર ભટ્ટ
Thashe Shun Muj Maran Pachhi…
(drutavilambita)
Jaish jyan janamyan sahue jatan
Parahari jagapantha tahin tada-
Bhraman shun faratun aṭaki jashe?
Shithil chakra kadi jaganun thashe?
Zaran shun vahatan virami jashe?
Jaladhi garjan ghor shun tyagashe?
Taji, taru-vana-kandar bhavyata
Grahan karashe shun kadi dinata?
Murakha! vichi asankhya samudraman
Laghu guru nipaji laya pamatan;
Shatasahasra nabhe uduo uge
Pal prakashi vali palaman dube;
Tadapi vichi asankhya haji uthe
Nipajashe kani koti bhavishyaman;
Murakha! jo! haji anbar tenun te
Khari jatan pan n ganan ghate!
(21-11-1930)
-Nalin Manishankar Bhatṭa