સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલા શાંતિનિકેતન વૃદ્ધાશ્રમના રૂમ નંબર 22માં મોડી રાતનો સન્નાટો ખૂંચી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો રાતના સાડા ત્રણ તરફ સરકી રહ્યો હતો અને એ શાંત વાતાવરણમાં માત્ર એક જ અવાજ આવતો હતો, મોહનભાઈ પારેખના છેલ્લા શ્વાસની ઘરઘરાટીનો.
એક સમયના હસમુખા,અમદાવાદની મ્યુનિસિપલ શાળાના નિવૃત્ત આચાર્ય મોહનભાઈ આજે સાવ લાકડી જેવું શરીર લઈને પથારીમાં પડ્યા હતા. એમની કરચલીવાળી કાયા સાથે જોડાયેલા સુકાયેલા ચહેરામાં રહેલી નિસ્તેજ આંખો સતત રૂમના અધ ખુલ્લા બારણા તરફ જ મંડાયેલી હતી. ઓક્સિજનના માસ્ક નીચેથી સુકાયેલા હોઠ વચ્ચેથી ધીમો ગણગણાટ સંભળાતો હતો, “મારી ઢીંગલીઓ… આવી?મારો શ્રેય આવ્યો?”
આશ્રમના સંચાલક હરેશભાઈ ત્રિવેદી તેમના માથે હાથ ફેરવતા બેઠા હતા. તેમની આંખોમાં પણ લાચારીના આંસુ હતા. છેલ્લા પંદર દિવસથી મોહનભાઈની તબિયત લથડતી જતી હતી. ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે શરીરના અંગો એક પછી એક કામ કરવાનું બંધ કરી રહ્યા છે. આજે સવારે તો ડોક્ટરે હથિયાર હેઠા મુકીને કહી દીધું હતું કે, હવે મોહનભાઈ પાસે ગણતરીના કલાકો જ બાકી છે. મોહનભાઈ માત્ર પોતાના શ્વાસ નહીં,પણ એ અપેક્ષાને પકડીને જીવી રહ્યા હતા કે મરતાં પહેલાં એકવાર એમના ત્રણેય સંતાનોના ચહેરા જોઈ લે.
મોહનભાઈ માટે એમની બે દીકરીઓ અને એક દીકરો આખી દુનિયા હતા. પત્ની માધવીના અકાળ અવસાન પછી મોહનભાઈએ બીજી વાર લગ્ન કરવાનો વિચાર સુદ્ધાં નહોતો કર્યો. “મારા ત્રણેય સંતાનો જ મારો સંસાર છે,એમના પર અન્ય સ્ત્રીનો ઓછાયો પણ ન પડવો જોઈએ,હું જીવતેજીવ તેમને નરકમાં મુકવા નથી માગતો.”આ એમનો ટેક હતો. પગારની પાઈ-પાઈ સંતાનોના ભણતરમાં વાપરી નાખી હતી. પોતે વર્ષો સુધી એ જ જૂની,ઘસાયેલી ચંપલ અને ખાખી પેન્ટ પહેરીને સ્કૂલે જતા,પણ ત્રણેય સંતાનોને અમદાવાદની ટોચની અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવ્યા હતા .
મોટી દીકરી રિયાને કેનેડા મોકલવા માટે મોહનભાઈએ બાપદાદાનું એકમાત્ર નરોડાવાળું મકાન ગિરવે મૂકી દીધું હતું. વચલી દીકરી પાયલને બેંગ્લોરમાં એમબીએના અભ્યાસ માટે મોકલવા માટે પ્રોવિડન્ટ ફંડની આખી રકમ ઉપાડી લીધી હતી. સૌથી નાના લાડકા દીકરા શ્રેયના ભણતર અને ઉચ્ચ અભ્યાસ માટે માધવીના અંતિમ ઘરેણાં પણ વેચી દીધા હતા અને નિવૃત્તિ સમયની મરણમૂડી પણ ખર્ચી કાઢી હતી. દીકરો આ પૈસેથી જ કેલિફોર્નિયાની ટેક કંપની સુધી પહોંચી શક્યો હત ો.
ત્રણેય સંતાનો થાળે પડી ગયા પણ સમયનું ચક્ર ફર્યું અને સંબંધોના સમીકરણો બદલાઈ ગયા. ત્રણેય સંતાનો પોતાની સુખી દુનિયામાં ગોઠવાઈ ગઈ. રિયા ટોરોન્ટોમાં સ્થાયી થઈ ગઈ,પાયલ બેંગ્લુરુની મલ્ટિનેશનલ કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ બની ગઈ,અને અમદાવાદના જ મેટ્રો રેલ પ્રોજેક્ટની હેડ બનીને અમદાવાદ આવી હતી. તે અમદાવાદના જ બોપલ વિસ્તારમાં પોતાના પતિ સાથે આલીશાન બંગલામાં રહેતી હતી. શ્રેય પણ અમેરિકામાં જ એક ભારતીય યુવતિ સાથે લગ્ન કરીને સ્થાયી થઈ ગયો હતો. નિવૃત્તિ પછી મોહનભાઈ એકલા પડ્યા ત્યારે શરૂઆતમાં ત્રણેય સંતાનો એકબીજા પર બાપની જવાબદારી ઢોળવાના પ્રયાસ કર્યા. અંતે,કોઈના વૈભવી જીવનમાં પિતા માટે જગ્યા ન બચી,એટલે પાયલે એક દિવસ આવીને પિતાને શાંતિનિકેતન વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. તેની દલીલ હતી કે, “પપ્પા,અહીં તમારી ઉંમરના લોકો સાથે તમારું મન લાગેલું રહેશ ે.”
મોહનભાઈનું કાળજું કપાઈ ગયું છતાં તેમણે એ પીડા ચહેરા સુધી ન પહોંચવા દીધી. એમણે મૌન રહીને સંતાનોના અંતિમ નિર્ણયને સ્વીકારી લીધો હતો. હવે આજે જ્યારે અંતિમ ઘડી આવી પહોંચી હતી ત્યારે કોઈ સાથે નહોતું.હરેશભાઈએ છેલ્લા અઠવાડિયામાં ત્રણેય સંતાનો અનેક ફોન કર્યા હતા.
કેનેડા રહેતી મોટી દીકરી રિયા સાથે વાત થઈ હતી. હરેશભાઈએ કહ્યું હતું, “બેટા,મોહનકાકા હવે બે-ચાર દિવસના મહેમાન છે. એ સતત તારું નામ લે છે. એકવાર આવી જા.”
“જુઓ હરેશભાઈ,અત્યારે ઈમરજન્સીમાં ફ્લાઈટની ટિકિટ ઘણી મોંઘી છે. વળી મારા બાળકોની ફાઈનલ એક્ઝામ ચાલે છે. હું અત્યારે ટ્રાવેલ ન કરી શકું. તમે સારામાં સારા ડોક્ટરને બતાવો,જે બિલ થાય એ હું મોકલી આપીશ.” - સામેથી રિયાનો ઠંડો,સપાટ અવાજ આવ્ય ો હતો.
વચલી દીકરી પાયલને ફોન કર્યો ત્યારે તે ઓફિસની મીટિંગમાં હતી. તેણે અકળાઈને કહ્યું, “હરેશભાઈ,મારે આ અઠવાડિયે બોર્ડ મીટિંગ છે. મારા કરિયરનો સવાલ છે. પપ્પા તો દર મહિને બીમાર પડે છે. તમે હોસ્પિટલમાં એડમિટ કરાવી દો. પ્લીઝ,વારંવાર ફોન કરીને મને ડિસ્ટર્બ ન કરો.”
સૌથી આઘાતજનક વલણ હતું દીકરા શ્રેયનું. હરેશભાઈએ કરગરીને કહ્યું હતું, “દીકરા,બાપુજીના શ્વાસ ખૂટી રહ્યા છે. બે-ચાર દિવસ કાઢીને આવી જા. એમના માથે કોઈ એક સંતાન તો હાથ પસવારી જાવ,એમનો જીવ શાંતિ થી જશે.”
શ્રેય અત્યંત ઠંડા કલેજે કહ્યું,“સમય સમયનું કામ કરે છે. અત્યારે હું મારું સ્ટાર્ટઅપ સેટ કરવામાં બીઝી છું. તમે રિયા કે પાયલ દીદીને બોલાવી લેજો. હું છ મહિના તો ઈન્ડિયા આવી શકું તેમ જ નથી. હા જે પૈસા જોઈએ તે કહેજો હું તમારા એકાઉન્ટમાં ક્રેડિટ કરી દઈશ.”
સદનસીબે મોહનભાઈ આ કશું જ જાણત ા નહોતા.
આખરે સવારના ચાર વાગ્યાને વીસ મિનિટે મોહિનભાઈના શ્વાસ અચાનક વધુ આકરા બન્યા. મોનિટર પર ધબકારાનો આલેખ સીધી રેખા બનવા તરફ ધસી રહ્યો હતો. મોહનભાઈએ ધ્રૂજતા હાથે હરેશભાઈનો હાથ પકડ્યો. એમની લાલચોળ આંખોમાંથી બે આંસુ સરીને કાનની બૂટ સુધી પહોંચ્યા. એમણે આકાશ તરફ જોયું,હોઠ ફફડાવ્યા,અને મોનિટર પર એક લાંબી સીધી રેખા આવી ગઈ અને બધું જ શાંત થઈ ગયું.
મોહનભાઈ પારેખે આખરે દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. એમની આંખો ખુલ્લી જ રહી ગઈ હતી,જાણે હજુ પણ દરવાજા તરફ કોઈના આવવાની રાહ જોતી હોય. હરેશભાઈએ ભારે હૈયે પિતાતુલ્ય મોહનભાઈની આંખો મીંચી દીધી.
હરેશભાઈએ ભારે હૃદયે ફરીથી ત્રણેય સંતાનોને ફોન જોડ્યા અને મૃત્યુના સમાચાર આપ્યા.
શ્રેય અને તેની પત્નીએ કહ્યું: “હરેશભાઈ,તમે પ્લીઝ આશ્રમ તરફથી જ વિધિ પતાવી દો. દીદી આવે તો ઠીક છે બાકી તમે જ બધું જોઈ લેજો . આઈ એમ સોરી.”
આ વાત હજી પૂરી થઈ ત્યાં જ હરેશભાઈના મોબાઈલ પર એક પેમેન્ટ નોટ િફિકેશન આવ્યું.
શ્રેય પારેખ દ્વારા ૫,૧૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેની નીચે મેસેજ હતો, પપ્પાના અંતિમ સંસ્ કારન ા ખર્ચ માટે.
આ મેસેજ વાંચતા જ હરેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના શરીરમાં કમકમાટી વ્યાપી ગઈ. જે પિતાએ આખી જિંદગી લોહીનું પાણી કરીને આ લોકોને કરોડો રૂપિયાની મિલકતો અને કારકિર્દી બનાવી આપી,જેણે સંતાનોના હાસ્ય માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું,તે પિતાના નશ્વર દેહને અગ્નિદાહ આપવા માટે દીકરાએ પાંચ હજાર એકસો રૂપિયા ફેંક્યા હતા! તેની સાબિતી માટે સ્ક્રી ન શોટ મોકલ્યો હતો.
હરેશભાઈની આંખોમાંથી વહેતા આંસુ હવે ક્રોધ અને અસીમ આઘાતમાં ફેરવાઈ ગયા. એમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તરત જ એ₹૫,૧૦૦ રૂપિયા શ્રેયના ખાતામાં પાછા ટ્રાન્સફર કર્યા અન ે નીચે મેસેજ લખ્યો:
“ભાઈ,તમારા આ રૂપિયા પાછા મોકલું છું. મોહનબાપા આખી જિંદગી કોઈના કરજના ઓશિયાળા નથી રહ્યા. બાપના અંતિમ સંસ્કાર કોઈના દાન કે વળતરથી નથી થતા. એમના અગ્નિસંસ્કાર માટે અમારી પાસે લાગણી છે, લાકડાં પણ છે અને અઢળક આંસુ પણ છે. તમે તમારી ઊંચી સોસાયટી અ ને મોભામાં ખુશ રહો.”
લોહીના સંબંધો એરકન્ડિશન્ડ રૂમમાં બેસીને સોશિયલ મીડિયા પર‘મિસ યુ પપ્પા’ના સ્ટેટસ મૂકવામાં વ્યસ્ત હતા,ત્યારે લાગણીના સંબંધો ધરાવતા લોકો‘રામ નામ સત્ય હૈ’બોલતા બોલતા રડી રહ્યા હતા.
આખરે સ્મશાનમાં મોનહભાઈના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કરાયા. ભડભડ બળતી ચિતાની જ્વાળાઓ આકાશ તરફ ઊંચે ચડવા લાગી. એ જ્વાળાઓ માત્ર એક લાચાર પિતાના દેહને જ નહીં,પણ આપણી કહેવાતી દંભી સંસ્કૃતિ,ખોટા આડંબરો અને મરી પરવારેલી માનવતાને પણ બાળીને ભસ્મીભૂત કરી રહી હતી. આ ધૂમાડામાં એક સવાલ હતો કે, લોહીના સંબંધો પણ હવે ટ્રેડિશન અને ટ્રાન્સફોર્મેશનના નામે માત્ર ટ્રાન્ઝેક્શન પૂરત ા સિમિત થઈ ગયા છે.