ત્રિભુવનનો નાથ બન્યો વાણિયો રે લોલ - Tribhuvanano Nath Banyo Vanito Re Lol - Gujarati & English Lyrics

ત્રિભુવનનો નાથ બન્યો વાણિયો રે લોલ,
લીધું વહાલે ગૃહસ્થીનું રુપ જો… ત્રિભુવનનો

માથે મેવાડી પાઘડી રે લોલ,
ખંભે ખંતીલો ખેસ જો… ત્રીભુવનનો૦

અંગ અંગરખું શોભતું રે લોલ,
કંઠે એકાવળ હાર જો… ત્રીભુવનનો૦

કસબી તે કોરનું એનું ધોતિયું રે લોલ,
દસે આંગળીયે વેઢ જો… ત્રીભુવનનો૦

સવા લાખ રુપિયાની પગે મોજડી રે લોલ,
ચાલે વહાલો ચમકતી ચાલ જો… ત્રીભુવનનો૦

ઓધવ ક્રૂર લીધા સાથમાં રે લોલ,
સાથે મારા લક્ષ્મીજી માત જો… ત્રિભુવનનો૦

જૂનાગઢમાં વહાલો આવીયા રે લોલ,
પૂછે છે કાંઇ નરસૈયાનું ઘર જો ત્રીભુવનનો૦

નાગરી તે નાત લાગી પૂછવા રે લોલ,
નરસૈયો તારો શું સગો થાય જો ? ત્રિભુવનનો૦

અમે બ્રાહ્મણ ને તમે વાણિયા રે લોલ,
સગો તારો શી રીતે થાય જો ? ત્રીભુવનનો૦

નરસૈયાએ પગે બાંધ્યા ઘૂઘરા રે લોલ,
લગાવી છે રાધેશ્યામની ધૂન જો. ત્રીભુવનનો૦

મહેતા નરસિંહના સ્વામી શામળા રે લોલ,
મીરાંના ગિરિધર ગોપાલ જો… ત્રીભુવનનો૦

Tribhuvanano Nath Banyo Vanito Re Lol

Tribhuvanano nāth banyo vāṇiyo re lola,
Līdhun vahāle gṛuhasthīnun rup jo… Tribhuvanano

Māthe mevāḍī pāghaḍī re lola,
Khanbhe khantīlo khes jo… Trībhuvanano0

Anga angarakhun shobhatun re lola,
Kanṭhe ekāvaḷ hār jo… Trībhuvanano0

Kasabī te koranun enun dhotiyun re lola,
Dase āngaḷīye veḍh jo… Trībhuvanano0

savā lākh rupiyānī page mojaḍī re lola,
Chāle vahālo chamakatī chāl jo… Trībhuvanano0

Odhav krūr līdhā sāthamān re lola,
Sāthe mārā lakṣhmījī māt jo… Tribhuvanano0

Jūnāgaḍhamān vahālo āvīyā re lola,
Pūchhe chhe kāni narasaiyānun ghar jo trībhuvanano0

Nāgarī te nāt lāgī pūchhavā re lola,
Narasaiyo tāro shun sago thāya jo ? Tribhuvanano0

Ame brāhmaṇ ne tame vāṇiyā re lola,
Sago tāro shī rīte thāya jo ? Trībhuvanano0

Narasaiyāe page bāndhyā ghūgharā re lola,
Lagāvī chhe rādheshyāmanī dhūn jo. Trībhuvanano0

Mahetā narasinhanā swāmī shāmaḷā re lola,
Mīrānnā giridhar gopāl jo… Trībhuvanano0

Divya Publication. (2020). કિર્તન સાગર

ત્રિભુવન નો નાથ બન્યો વાણિયો | Tribhuvan No Nath Banyo Vaniyo | Hemant Chauhan | Krishna Bhajan. (2015, April 18). YouTube