તું મને ભગવાન એક વરદાન - Tun Mane Bhagavan Ek Varadana - Lyrics

તું મને ભગવાન એક વરદાન

તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે

હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન
જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન

આખરી અવતારનું મંડાણ બાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે

આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ
બેસૂરી થઈ જાય મારી પુણ્યની સરગમ

દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે

જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ
જોમ જાતાં કોઈ અહિંયા ના કરે પોષણ

મતલબી સંસારનું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે

પ્રવીણભાઈ વી. દેસાઈ (બોટાદવાળા)


Tun Mane Bhagavan Ek Varadana

Tun mane bhagavan ek varadan api de
Jyan vase chhe tun mane tyan sthan api de

Hun jivun chhun e jagataman jyan nathi jivana
Jindaginun nam chhe bas boj ne bandhana

Akhari avataranun mandan bandhi de
Jyan vase chhe tun mane tyan sthan api de

A bhumiman khub gaje papan padaghama
Besuri thai jaya mari punyani saragama

Dilaruban taranun bhangan sandhi de
Jyan vase chhe tun mane tyan sthan api de

Jom tanaman jyan lagi chhe sau kare shoshana
Jom jatan koi ahinya n kare poshana

Matalabi sansaranun jodan kapi de
Jyan vase chhe tun mane tyan sthan api de

Pravinabhai vi. Desai (botadavala)

Source: Mavjibhai