તું મારે ચાંદલિયે ચોંટ્યો - Tun Mare Chandaliye Chontyo - Gujarati

તું મારે ચાંદલિયે ચોંટ્યો

(રાગ કેદારો)
તું મારે ચાંદલિયે ચોંટ્યો, સારા મૂરતમાં શામળિયા
એક ક્ષણ અળગો ન થા, પ્રાણજીવન વર પાતળિયા

ખડકીએ જોઉં ત્યાં અડકીને ઊભો, બારીએ જોઉં ત્યાં બેઠો રે
શેરીએ જોઉં તો સન્મુખ આવે, વહાલો અમૃત સમ મીઠો રે

જમતાં જોઉં ત્યારે જોડે બેઠો, સૂતાં જોઉં ત્યારે સેજડીએ દીઠો
વૃન્દાવનને મારગ જાતાં, આવીને વળગે બેલડીએ

પ્રીત કરે તેની કેડ ન મેલે, રસ આપે અતિ રસિયો રે
નરસૈંયાનો સ્વામી મળીઓ, મુજ હૃદય કમળે વસીઓ રે


तुं मारे चांदलिये चोंट्यो

(राग केदारो)
तुं मारे चांदलिये चोंट्यो, सारा मूरतमां शामळिया
एक क्षण अळगो न था, प्राणजीवन वर पातळिया

खडकीए जोउं त्यां अडकीने ऊभो, बारीए जोउं त्यां बेठो रे
शेरीए जोउं तो सन्मुख आवे, वहालो अमृत सम मीठो रे

जमतां जोउं त्यारे जोडे बेठो, सूतां जोउं त्यारे सेजडीए दीठो
वृन्दावनने मारग जातां, आवीने वळगे बेलडीए

प्रीत करे तेनी केड न मेले, रस आपे अति रसियो रे
नरसैंयानो स्वामी मळीओ, मुज हृदय कमळे वसीओ रे


Tun Mare Chandaliye Chontyo

(rag kedaro)
Tun mare chandaliye chontyo, sara murataman shamaliya
Ek kshan alago n tha, pranajivan var pataliya

Khadakie joun tyan adakine ubho, barie joun tyan betho re
Sherie joun to sanmukh ave, vahalo amrut sam mitho re

Jamatan joun tyare jode betho, sutan joun tyare sejadie ditho
Vrundavanane marag jatan, avine valage beladie

Prit kare teni ked n mele, ras ape ati rasiyo re
Narasainyano swami malio, muj hrudaya kamale vasio re


Tun māre chāndaliye chonṭyo

(rāg kedāro)
Tun māre chāndaliye chonṭyo, sārā mūratamān shāmaḷiyā
Ek kṣhaṇ aḷago n thā, prāṇajīvan var pātaḷiyā

Khaḍakīe joun tyān aḍakīne ūbho, bārīe joun tyān beṭho re
Sherīe joun to sanmukh āve, vahālo amṛut sam mīṭho re

Jamatān joun tyāre joḍe beṭho, sūtān joun tyāre sejaḍīe dīṭho
Vṛundāvanane mārag jātān, āvīne vaḷage belaḍīe

Prīt kare tenī keḍ n mele, ras āpe ati rasiyo re
Narasainyāno swāmī maḷīo, muj hṛudaya kamaḷe vasīo re


Source : નરસિંહ મહેતા