ઉઘાડી રાખજો બારી - Ughadi Rakhajo Bari - Lyrics

ઉઘાડી રાખજો બારી

દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી

ગરીબની દાદ સાંભળવા અવરનાં દુઃખને દળવા
તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી

અતિ ઉજાસ કરનારા, તિમિરનો નાશ કરનારા
કિરણને આવવા સારુ ઉઘાડી રાખજો બારી

પ્રણયનો વાયરો વાવા કુછંદી દુષ્ટ વા જાવા
તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી

થયેલા દુષ્ટ કર્મોની છૂટા જંજીરથી થાવા
જરા સત્કર્મની નાની ઉઘાડી રાખજો બારી

-પ્રભાશંકર પટ્ટણી


Ughadi Rakhajo Bari

Duahkhi ke dardi ke koi bhulel margavalane
Visamo apav gharani ughadi rakhajo bari

Garibani dad sanbhalav avaranan duahkhane dalava
Tamar karna netroni ughadi rakhajo bari

Ati ujas karanara, timirano nash karanara
Kiranane avav saru ughadi rakhajo bari

Pranayano vayaro vav kuchhandi dushṭa v java
Tamar shuddha hrudayoni ughadi rakhajo bari

Thayel dushṭa karmoni chhut janjirathi thava
Jar satkarmani nani ughadi rakhajo bari

-prabhashankar patṭani

Source: Mavjibhia