ઊની ઊની દાળ મારી ચડતી ગલાલી,
શોકડીએ સાયબાને ઘેર્યો ગલાલી !
મારા તે સાયબાની મોજડી ગલાલી,
તારી ઓસરીએ ક્યાંથી ગલાલી !
મારા તે સાયબાનો રેટો ગલાલી,
તારે તે ઢોલીએ ક્યાંથી ગલાલી !
મારા તે સાયબાની વીંટી ગલાલી,
તારી આંગળીએ ક્યાંથી ગલાલી !
મારા તે સાયબાની પોચી ગલાલી,
તારા તે હાથમાં ક્યાંથી ગલાલી !
Uni Uni Dal Mari Chadati Galali
Uni uni dal mari chadati galali,
Shokadie sayabane gheryo galali !
Mar te sayabani mojadi galali,
Tari osarie kyanthi galali !
Mar te sayabano reto galali,
Tare te dholie kyanthi galali !
Mar te sayabani vinti galali,
Tari angalie kyanthi galali !
Mar te sayabani pochi galali,
Tar te hathaman kyanthi galali !