વાછલડી હરેડી રે રામ ! તારી વાછલડી હરેડી ! - Vachhaladi Haredi Re Ram - Gujarati & English Lyrics

વાછલડી હરેડી રે રામ ! તારી વાછલડી હરેડી !

ઈ રે વાછલડીને ખીલા રે જોશે,
કેળના ખીલા ખોડો રે રામ ! તારી વાછલડી હરેડી !

ઈ રે વાછલડીને મોરી રે જોશે,
હીરની મોરિયું બાંધો રે રામ ! તારી વાછલડી હરેડી !

ઈ રે વાછલડીને પાણી પીવા છોડી,
ભર્યાં સરોવર ફોડ્યાં રે રામ ! તારી વાછલડી હરેડી !

ઈ રે વાછલીને ચરવા રે છોડી,
પટેલનાં ખેતર ભેળ્યાં રે રામ ! તારી વાછલડી હરેડી !

ઈ રે વાછલડીને દોહોવા રે બેઠાં,
નવ નવ ગોણિયાં ફોડ્યાં રે રામ ! તારી વાછલડી હરેડી !

ઈ રે વાછલડીની છાશ કરવા બેઠાં,
નવ નવ નેતરાં તોડ્યાં રે રામ ! તારી વાછલડી હરેડી !

ઈ રે વાછલડીનાં ઘી વેચવા હાલ્યાં,
વરતેજના વાણિયા વઢિયા રે રામ ! તારી વાછલડી હરેડી !

Vachhaladi Haredi Re Ram

Vachhaladi haredi re ram ! Tari vachhaladi haredi !

I re vachhaladine khil re joshe,
Kelan khil khodo re ram ! Tari vachhaladi haredi !

I re vachhaladine mori re joshe,
Hirani moriyun bandho re ram ! Tari vachhaladi haredi !

I re vachhaladine pani piv chhodi,
Bharyan sarovar fodyan re ram ! Tari vachhaladi haredi !

I re vachhaline charav re chhodi,
Patelanan khetar bhelyan re ram ! Tari vachhaladi haredi !

I re vachhaladine dohov re bethan,
Nav nav goniyan fodyan re ram ! Tari vachhaladi haredi !

I re vachhaladini chhash karav bethan,
Nav nav netaran todyan re ram ! Tari vachhaladi haredi !

I re vachhaladinan ghi vechav halyan,
Varatejan vaniya vadhiya re ram ! Tari vachhaladi haredi !