વાદલડી વરસે રે
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
સાસરિયામાં મ્હાલવું રે, પિયરીયામાં છૂટથી રહ્યાં
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
મારા પગ કેરાં કડલાં રે, વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે, હાહરિયા મારે ઘિરે બેઠાં
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
મારા હાથ કેરી બંગડી રે, વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે, હાહરિયા મારે ઘિરે બેઠાં
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
મારા નાક કેરી નથણી રે, વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે, માંડવિયા મારે ઘિરે બેઠાં
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
મારી ડોક કેરો હારલો રે, વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે, માંડવિયા મારે ઘિરે બેઠાં
હે વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
વાદલડી વરસે રે, સરોવર છલી વળ્યાં
Vādalaḍī Varase Re
Vādalaḍī varase re, sarovar chhalī vaḷyān
Sāsariyāmān mhālavun re, piyarīyāmān chhūṭathī rahyān
Vādalaḍī varase re, sarovar chhalī vaḷyān
Mārā pag kerān kaḍalān re, vīro māro levā hālyo
Vīrā laīne velo āvaje re, hāhariyā māre ghire beṭhān
Vādalaḍī varase re, sarovar chhalī vaḷyān
Mārā hāth kerī bangaḍī re, vīro māro levā hālyo
Vīrā laīne velo āvaje re, hāhariyā māre ghire beṭhān
Vādalaḍī varase re, sarovar chhalī vaḷyān
Mārā nāk kerī nathaṇī re, vīro māro levā hālyo
Vīrā laīne velo āvaje re, mānḍaviyā māre ghire beṭhān
Vādalaḍī varase re, sarovar chhalī vaḷyān
Mārī ḍok kero hāralo re, vīro māro levā hālyo
Vīrā laīne velo āvaje re, mānḍaviyā māre ghire beṭhān
He vādalaḍī varase re, sarovar chhalī vaḷyān
Vādalaḍī varase re, sarovar chhalī vaḷyān
Vādalaḍī varase re, sarovar chhalī vaḷyān
Source: Mavjibhai