વડલો કહે છે વનરાયું સળગી
વડલો કહે છે વનરાયું સળગી ને
મેલી દીયોને જૂનાં માળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળા
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળા
કો’ક દિ આવીને ટહૂકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળા
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળા
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળા
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
- દુલા ભાયા ‘કાગ’
Vadalo Kahe Chhe Vanarayun Salagi
Vadalo kahe chhe vanarayun salagi ne
Meli diyone junan mala
Udi jao pankhi pakhyun val ho ji
Abhe chadiyan sen agananan dhasiya am dashadhala
A ghadiye chadi chot amone, zadapi leshe jvala
Udi jao pankhi pakhyun val ho ji
Bol tamaran haiye bethan, rudan ne rasavala
Ko’k di avine ṭahuki jajo, mari rakh upar rupalan
Udi jao pankhi pakhyun val ho ji
Premi pankhid pachhan nahin re malie, van mare vigtala
Padadan ad motanan padiya, te par jadiyan tala
Udi jao pankhi pakhyun val ho ji
Ashare tamare indan uchheryan, fal khadhan rasavala
Marav vakhate sath chhodi de to modhan thaye mashavala
Udi jao pankhi pakhyun val ho ji
Bhelan marashun, bhelan janamashun, mathe karashun mala
‘kaga’ ke apane bhelan balishun, bhelan bharishun uchala
Udi jao pankhi pakhyun val ho ji
- dul bhaya ‘kaga’
Source: Mavjibhai