વધાવો રે આવિયો - Vadhāvo Re Aviyo - Lyrics

વધાવો રે આવિયો

(ચાક વધાવવાનું ગીત)

ધરતીમાં બલિહારી બે જણાં
એક ધરતી બીજો આભ
વધાવો રે આવિયો
આભે મેહુલા વરસાવિયા
ધરતીએ ઝીલ્યાં છે ભાર
વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક ઘોડી બીજી ગાય
વધાવો રે આવિયો
ગાયનો જાયો રે હળે જૂત્યો
ઘોડીનો જાયો પરદેશ
વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક સાસુ ને બીજી માત
વધાવો રે આવિયો
માતાએ જનમ આપિયો
સાસુએ આપ્યો ભરથાર
વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક સસરો બીજો બાપ
વધાવો રે આવિયો
બાપે તે લાડ લડાવિયા
સસરાએ આપી લાજ
વધાવો રે આવિયો


Vadhāvo Re Aviyo

(chāk vadhāvavānun gīta)

Dharatīmān balihārī be jaṇān
Ek dharatī bījo ābha
Vadhāvo re āviyo
Ābhe mehulā varasāviyā
Dharatīe zīlyān chhe bhār
Vadhāvo re āviyo

Dharatīmān balihārī be jaṇān
Ek ghoḍī bījī gāya
Vadhāvo re āviyo
Gāyano jāyo re haḷe jūtyo
Ghoḍīno jāyo paradesh
Vadhāvo re āviyo

Dharatīmān balihārī be jaṇān
Ek sāsu ne bījī māta
Vadhāvo re āviyo
Mātāe janam āpiyo
Sāsue āpyo bharathār
Vadhāvo re āviyo

Dharatīmān balihārī be jaṇān
Ek sasaro bījo bāpa
Vadhāvo re āviyo
Bāpe te lāḍ laḍāviyā
Sasarāe āpī lāja
Vadhāvo re āviyo

Source: Mavjibhai