વગડાની વચ્ચે વાવડી
વગડાની વચ્ચે વાવડી ને
વાવડીની વચ્ચે દાડમડી
દાડમડીનાં દાણાં રાતાચોળ રાતાચોળ સે
પગમાં તે લક્કડ પાવડી ને
જરિયલ પહેરી પાઘલડી
પાઘલડીના તાણાં રાતાચોળ રાતાચોળ સે
આણી કોર પેલી કોર મોરલાં બોલે
ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે
ઈશાની વાયરો વીંઝણો ઢોળે
વેરી મન મારું રે ચડ્યું રે ચકડોળે
નાનું અમથું ખોરડું ને
ખોરડે ઝૂલે છાબલડી
છાબલડીમાં બોરાં રાતાચોળ રાતાચોળ સે
વગડાની વચ્ચે વાવડી ને
વાવડીની વચ્ચે દાડમડી
દાડમડીનાં દાણાં રાતાચોળ રાતાચોળ સે
ગામને પાદર રૂમતાં રે ઝૂમતાં
નાગરવેલનાં રે વન છે
તીરથ જેવો સસરો મારો
નટખટ નાની નણંદ છે
મહિયર વચ્ચે માવડી ને
સાસર વચ્ચે સાસલડી
સાસલડીનાં નેણાં રાતાચોળ રાતાચોળ સે
એક રે પારેવડું પીપળાની ડાળે
બીજું રે પારેવડું સરવર પાળે
રૂમઝૂમ રૂમઝૂમ જોડલી હાલે
નેણલાં પરોવીને નેણલાં ઢાળે
સોના જેવો કંથડો ને
હું તો નાની વાટકડી
વાટકડીમાં કંકુ રાતાચોળ રાતાચોળ સે
વગડાની વચ્ચે વાવડી ને
વાવડીની વચ્ચે દાડમડી
વાવડીનાં દાણાં રાતાચોળ રાતાચોળ સે
वगडानी वच्चे वावडी
वगडानी वच्चे वावडी ने
वावडीनी वच्चे दाडमडी
दाडमडीनां दाणां राताचोळ राताचोळ से
पगमां ते लक्कड पावडी ने
जरियल पहेरी पाघलडी
पाघलडीना ताणां राताचोळ राताचोळ से
आणी कोर पेली कोर मोरलां बोले
उत्तर दख्खण डुंगरा डोले
ईशानी वायरो वींझणो ढोळे
वेरी मन मारुं रे चड्युं रे चकडोळे
नानुं अमथुं खोरडुं ने
खोरडे झूले छाबलडी
छाबलडीमां बोरां राताचोळ राताचोळ से
वगडानी वच्चे वावडी ने
वावडीनी वच्चे दाडमडी
दाडमडीनां दाणां राताचोळ राताचोळ से
गामने पादर रूमतां रे झूमतां
नागरवेलनां रे वन छे
तीरथ जेवो ससरो मारो
नटखट नानी नणंद छे
महियर वच्चे मावडी ने
सासर वच्चे सासलडी
सासलडीनां नेणां राताचोळ राताचोळ से
एक रे पारेवडुं पीपळानी डाळे
बीजुं रे पारेवडुं सरवर पाळे
रूमझूम रूमझूम जोडली हाले
नेणलां परोवीने नेणलां ढाळे
सोना जेवो कंथडो ने
हुं तो नानी वाटकडी
वाटकडीमां कंकु राताचोळ राताचोळ से
वगडानी वच्चे वावडी ने
वावडीनी वच्चे दाडमडी
वावडीनां दाणां राताचोळ राताचोळ से
Vagadani Vachche Vavadi
Vagadani vachche vavadi ne
Vavadini vachche dadamadi
Dadamadinan danan ratachol ratachol se
Pagaman te lakkad pavadi ne
Jariyal paheri paghaladi
Paghaladina tanan ratachol ratachol se
Ani kor peli kor moralan bole
Uttar dakhkhan dungara dole
Ishani vayaro vinzano dhole
Veri man marun re chadyun re chakadole
Nanun amathun khoradun ne
Khorade zule chhabaladi
Chhabaladiman boran ratachol ratachol se
Vagadani vachche vavadi ne
Vavadini vachche dadamadi
Dadamadinan danan ratachol ratachol se
Gamane padar rumatan re zumatan
Nagaravelanan re van chhe
Tirath jevo sasaro maro
Natakhat nani nananda chhe
Mahiyar vachche mavadi ne
Sasar vachche sasaladi
Sasaladinan nenan ratachol ratachol se
Ek re parevadun pipalani dale
Bijun re parevadun saravar pale
Rumazum rumazum jodali hale
Nenalan parovine nenalan dhale
Sona jevo kanthado ne
Hun to nani vatakadi
Vatakadiman kanku ratachol ratachol se
Vagadani vachche vavadi ne
Vavadini vachche dadamadi
Vavadinan danan ratachol ratachol se
Vagaḍānī vachche vāvaḍī
Vagaḍānī vachche vāvaḍī ne
Vāvaḍīnī vachche dāḍamaḍī
Dāḍamaḍīnān dāṇān rātāchoḷ rātāchoḷ se
Pagamān te lakkaḍ pāvaḍī ne
Jariyal paherī pāghalaḍī
Pāghalaḍīnā tāṇān rātāchoḷ rātāchoḷ se
Āṇī kor pelī kor moralān bole
Uttar dakhkhaṇ ḍungarā ḍole
Īshānī vāyaro vīnzaṇo ḍhoḷe
Verī man mārun re chaḍyun re chakaḍoḷe
Nānun amathun khoraḍun ne
Khoraḍe zūle chhābalaḍī
Chhābalaḍīmān borān rātāchoḷ rātāchoḷ se
Vagaḍānī vachche vāvaḍī ne
Vāvaḍīnī vachche dāḍamaḍī
Dāḍamaḍīnān dāṇān rātāchoḷ rātāchoḷ se
Gāmane pādar rūmatān re zūmatān
Nāgaravelanān re van chhe
Tīrath jevo sasaro māro
Naṭakhaṭ nānī naṇanda chhe
Mahiyar vachche māvaḍī ne
Sāsar vachche sāsalaḍī
Sāsalaḍīnān neṇān rātāchoḷ rātāchoḷ se
Ek re pārevaḍun pīpaḷānī ḍāḷe
Bījun re pārevaḍun saravar pāḷe
Rūmazūm rūmazūm joḍalī hāle
Neṇalān parovīne neṇalān ḍhāḷe
Sonā jevo kanthaḍo ne
Hun to nānī vāṭakaḍī
Vāṭakaḍīmān kanku rātāchoḷ rātāchoḷ se
Vagaḍānī vachche vāvaḍī ne
Vāvaḍīnī vachche dāḍamaḍī
Vāvaḍīnān dāṇān rātāchoḷ rātāchoḷ se
Source : સ્વરઃ સુલોચના વ્યાસ
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ