વાહ અમલદારી! - Vah Amaladari! - Lyrics

વાહ અમલદારી!

બની અધિકારમાં અંધા, મિજાજે રે પૂરા બંદા
કૂડા કરમે પૂરા ખંધા, અમારી એ અમલદારી

પ્રજાના પીંડમાં પેસી, અમે તો રક્ત પીનારા
અમારા એ શુચિ ધારા, અમારી એ અમલદારી

અમારા માનની ખાતર, ભલે ઊંધી વળે દુનિયા
છતાં ના તેહની પરવા, અમારી એ અમલદારી

ખુશામત જે કરે રુડી, ફિરસ્તા તે અમારા છે
જીગર કુરબાન તે પર છે, અમારી એ અમલદારી

ન પરવા ન્યાય નીતિની, ન પરવા રાજ્ય રીતિની
ન હો અમને કદા ભીતિ, અમારી એ અમલદારી

કરે તરબોળ ખિસ્સા જે, અમારી રે’મ તે નજરે
અવર ચઢતા શૂળી કલમે, અમારી એ અમલદારી

કમાવા દ્રવ્યની આશે, કદા જો શાહ દંડાશે
અમારું તોય શું જાશે? અમારી એ અમલદારી

ન કો મિત્રો, ન કો શત્રુ, અમારે છે બધાં સરખાં
દીએ જર મિત્ર, પર શત્રુ, અમારી એ અમલદારી

ખુદાઈ હુક્મ કો તોડે, હઠાવે યમદૂતો કોઈ
અધિન આલમ કરાવા, બસ અમારી છે અમલદારી
(ઈ.સ. ૧૯૨૧)

-પટેલ જોઈતારામ ભગવાનદાસ કઠલાલકર


Vah Amaladari!

Bani adhikaraman andha, mijaje re pur banda
Kud karame pur khandha, amari e amaladari

Prajan pindaman pesi, ame to rakṭa pinara
Amar e shuchi dhara, amari e amaladari

Amar manani khatara, bhale undhi vale duniya
Chhatan n tehani parava, amari e amaladari

Khushamat je kare rudi, firasṭa te amar chhe
Jigar kuraban te par chhe, amari e amaladari

N parav nyaya nitini, n parav rajya ritini
N ho amane kad bhiti, amari e amaladari

Kare tarabol khissa je, amari re’m te najare
Avar chadhat shuli kalame, amari e amaladari

Kamav dravyani ashe, kad jo shah dandashe
Amarun toya shun jashe? amari e amaladari

N ko mitro, n ko shatru, amare chhe badhan sarakhan
Die jar mitra, par shatru, amari e amaladari

Khudai hukma ko tode, hathave yamaduto koi
Adhin alam karava, bas amari chhe amaladari
(i.sa. 1921)

-Patel Joitaram Bhagavanadas Kaṭhalalakara