વહાલી તને આજ - Vahali Tane Aja - Gujarati Kavita

વહાલી તને આજ

વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે?
તું છે!

વહાલાના હૈયામાં હું છું તો નૈનોમાં શું છે?
તું છે!

હું છું તારો પોપટ ને તું છે મારી મેના
લાગી ગયા દિલડાથી દિલ આજ બેના

એ મેનામાં મનગમતો પોપટ તો પોપટમાં શું છે?
તું છે!

વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે?
તું છે!

હું છું તારી ગાડી ને તું ગાડીનો ટટ્ટુ
તું છે મારી બજર હું બજરનો બટ્ટુ

તો ગાડીનો ટટ્ટુ બજરબટ્ટુ તો ટટ્ટુમાં શુ છે?
તું છે!

વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે?
તું છે!

હૈયું છે મોંઘું કે નથી સાવ સસ્તું
હૈયું નથી કોઈ રસ્તાની વસ્તુ

કે હૈયું નથી રસ્તાની વસ્તુ તો વસ્તુમાં શું છે?
તું છે!

વહાલાના હૈયામાં હું છું તો નૈનોમાં શું છે?
તું છે!

વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે?

वहाली तने आज

वहाली तने आज पूछवुं छे तारा हैयामां शुं छे?
तुं छे!

वहालाना हैयामां हुं छुं तो नैनोमां शुं छे?
तुं छे!

हुं छुं तारो पोपट ने तुं छे मारी मेना
लागी गया दिलडाथी दिल आज बेना

ए मेनामां मनगमतो पोपट तो पोपटमां शुं छे?
तुं छे!

वहाली तने आज पूछवुं छे तारा हैयामां शुं छे?
तुं छे!

हुं छुं तारी गाडी ने तुं गाडीनो टट्टु
तुं छे मारी बजर हुं बजरनो बट्टु

तो गाडीनो टट्टु बजरबट्टु तो टट्टुमां शु छे?
तुं छे!

वहाली तने आज पूछवुं छे तारा हैयामां शुं छे?
तुं छे!

हैयुं छे मोंघुं के नथी साव सस्तुं
हैयुं नथी कोई रस्तानी वस्तु

के हैयुं नथी रस्तानी वस्तु तो वस्तुमां शुं छे?
तुं छे!

वहालाना हैयामां हुं छुं तो नैनोमां शुं छे?
तुं छे!

वहाली तने आज पूछवुं छे तारा हैयामां शुं छे?

Vahali Tane Aja

Vahali tane aj puchhavun chhe tara haiyaman shun chhe? Tun chhe!

Vahalana haiyaman hun chhun to nainoman shun chhe? Tun chhe!

Hun chhun taro popat ne tun chhe mari mena
Lagi gaya diladathi dil aj bena

E menaman managamato popat to popataman shun chhe? Tun chhe!

Vahali tane aj puchhavun chhe tara haiyaman shun chhe? Tun chhe!

Hun chhun tari gadi ne tun gadino tattu
Tun chhe mari bajar hun bajarano battu

To gadino tattu bajarabattu to tattuman shu chhe? Tun chhe!

Vahali tane aj puchhavun chhe tara haiyaman shun chhe? Tun chhe!

Haiyun chhe monghun ke nathi sav sastun
Haiyun nathi koi rastani vastu

Ke haiyun nathi rastani vastu to vastuman shun chhe? Tun chhe!

Vahalana haiyaman hun chhun to nainoman shun chhe? Tun chhe!

Vahali tane aj puchhavun chhe tara haiyaman shun chhe?

Vahālī tane āja

Vahālī tane āj pūchhavun chhe tārā haiyāmān shun chhe? Tun chhe!

Vahālānā haiyāmān hun chhun to nainomān shun chhe? Tun chhe!

Hun chhun tāro popaṭ ne tun chhe mārī menā
Lāgī gayā dilaḍāthī dil āj benā

E menāmān managamato popaṭ to popaṭamān shun chhe? Tun chhe!

Vahālī tane āj pūchhavun chhe tārā haiyāmān shun chhe? Tun chhe!

Hun chhun tārī gāḍī ne tun gāḍīno ṭaṭṭu
Tun chhe mārī bajar hun bajarano baṭṭu

To gāḍīno ṭaṭṭu bajarabaṭṭu to ṭaṭṭumān shu chhe? Tun chhe!

Vahālī tane āj pūchhavun chhe tārā haiyāmān shun chhe? Tun chhe!

Haiyun chhe monghun ke nathī sāv sastun
Haiyun nathī koī rastānī vastu

Ke haiyun nathī rastānī vastu to vastumān shun chhe? Tun chhe!

Vahālānā haiyāmān hun chhun to nainomān shun chhe? Tun chhe!

Vahālī tane āj pūchhavun chhe tārā haiyāmān shun chhe?

Source : સ્વરઃ મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ વીરપસલી (૧૯૭૯)

ફિલ્મ ‘વીરપસલી’ જેના પરથી ઉતારવામાં આવી હતી તે નાટક ‘વીરપસલી’ માટે કવિ પરમાણંદ ત્રાપજકરે લખેલા સંવાદો અને ગીતો તે સમયમાં ભારે લોકપ્રિય થયા હતા.

ક્લીક કરો અને સાંભળો
જૂની રંગભૂમિના નાટક ‘વીરપસલી’નું ગીત
‘પ્રેમીને પ્રેમી કોઈ પૂછે’

સ્વરઃ વત્સલા અને ભોગીલાલ
ગીતઃ કવિ પરમાણંદ મણીશંકર ભટ્ટ ‘ત્રાપજકર’
સંગીતઃ માસ્ટર મોહન જુનિયર
નાટકઃ વીરપસલી (લક્ષ્મીકાન્ત નાટક સમાજ)