વર તો પાન સરીખા પાતળા - Var To Pān Sarīkhā Pātaḷā - Lyrics

વર તો પાન સરીખા પાતળા

(જાનનું આગમન)

વર તો પાન સરીખા પાતળા રે
વરના લવિંગ સરખા નેણ રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો સીમડીએ આવ્યાં મલપતા રે
હરખ્યાં હરખ્યાં ગામડિયાનાં મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો સરોવરિયે આવ્યાં મલપતા રે
હરખ્યાં હરખ્યાં પાણીયારિયુંનાં મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો શેરીએ આવ્યાં મલપતા રે
હરખ્યાં હરખ્યાં પાડોશીનાં મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો માંડવે આવ્યાં મલપતા રે
હરખ્યાં હરખ્યાં સાસુજીના મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો માયરે આવ્યાં મલપતા રે
હરખ્યાં હરખ્યાં લાડલીના મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે


Var To Pān Sarīkhā Pātaḷā

(jānanun āgamana)

Var to pān sarīkhā pātaḷā re
Varanā lavinga sarakhā neṇ re
vararājā, tamārī tole koī nā’āve re

Var to sīmaḍīe āvyān malapatā re
Harakhyān harakhyān gāmaḍiyānān man re
vararājā, tamārī tole koī nā’āve re

Var to sarovariye āvyān malapatā re
Harakhyān harakhyān pāṇīyāriyunnān man re
vararājā, tamārī tole koī nā’āve re

Var to sherīe āvyān malapatā re
Harakhyān harakhyān pāḍoshīnān man re
vararājā, tamārī tole koī nā’āve re

Var to mānḍave āvyān malapatā re
Harakhyān harakhyān sāsujīnā man re
vararājā, tamārī tole koī nā’āve re

Var to māyare āvyān malapatā re
Harakhyān harakhyān lāḍalīnā man re
vararājā, tamārī tole koī nā’āve re

Source: Mavjibhai