વીંછુડો - Vichudo - Gujarati & English Lyrics

અ૨૨૨ માડી રે હંબો હંબો વીંછુડો
માડી હું તો છાણા વીણવા ગઇતી મા વીંછુડો હંબો.

માડી મને સોબત સૈયર થઈતી,
મા વીંછુડો હંબો હંબો વીંછુડો.

માડી એ તો કાળો ને કાદવિયો
મા વીંછુડો.

માડી મને વાંકા વળીને ડંખ માર્યો
મા વીંછુડો

માડી મને ટચલીએ ટચકાવી માડી મને વીંછીની વેદના ભારે
મા વીંછુડો

માડી મારા ખૂણે તે ખાટલા ઢળાવો
મા વીંછુડો

માડી તમે જોષીડા તેડાવો
મા વીંછુડો

માડી તમે વૈદડાને તેડાવો
મા વીંછુડો

માડી તમે વીંછુડો ઉતરાવો
મા વીંછુડો

માડી મારા સસરાને બોલાવો
મા વીંછુડો

માડી મારો સસરો વૈદને તેડાવો
વીંછુડો

માડી મારો વીંછુડો ઉતરાવો
મા વીંછુડો

માડી મારા પરણ્યાને બોલાવો
મા વીંછુડો

માડી મારા પરણ્યાનો વેદ સાચો
મા વીંછુડો

હંબો હંબો વીંછુડો

Vichudo

Arrr… madi re hanbo hanbo vinchhudo
Madi hun to chhan vinav gaiti Maa vinchhudo hanbo.

Madi mane sobat saiyar thaiti,
Maa vinchhudo hanbo hanbo vinchhudo.

Madi e to kalo ne kadaviyo
Maa vinchhudo.

Madi mane vanka valine dankha maryo
Maa vinchhudo

Madi mane ṭachalie ṭachakavi madi mane vinchhini vedan bhare
Maa vinchhudo

Madi mar khune te khaṭal dhalavo
Maa vinchhudo

Madi tame joshid tedavo
Maa vinchhudo

Madi tame vaidadane tedavo
Maa vinchhudo

Madi tame vinchhudo utaravo
Maa vinchhudo

Madi mar sasarane bolavo
Maa vinchhudo

Madi maro sasaro vaidane tedavo
Vinchhudo

Madi maro vinchhudo utaravo
Maa vinchhudo

Madi mar paranyane bolavo
Maa vinchhudo

Madi mar paranyano ved sacho
Maa vinchhudo

Hanbo hanbo vinchhudo