વૃજમાં વાતું - Vrajma Vatu - Gujarati 7 English Lyrics

એ બાયું વૃજમાં વાતું એવી થાય છે રે…
કે કૃષ્ણ ગોકુળ છોડી મથુરા જાય છે રે … એ બાયું …

એ રથ લઈ અકુરજી આવિયા રે (૨)
ઈતો - સાચા સંદેશા લઈ આવિયા રે … એ બાયું .…

કોઇ દાડો હરીને નથી દુભાવિયા રે (૨)
તોયે આટલા ઉદાસી શાને થાય છે રે … એ બાયું …

ચાલે સૈયર આપણે દાસીએ (૨)
હાથ જોડી હટીને અહીં લાવીએ રે … એ બાયું …

એ સર્વે ગોપી ત્યાં ટોળે વળી રે (૨)
નાથ નરસિંહના શ્યામને પાયે પડીએ રે … એ બાયું …

Vrajama Vatu

E bayun vrujaman vatun evi thaya chhe re…
Ke krushna gokul chhodi mathur jaya chhe re … E bayun …

E rath lai akuraji aviya re (2)
Ito - sach sandesh lai aviya re … E bayun .…

Koi dado harine nathi dubhaviya re (2)
Toye aṭal udasi shane thaya chhe re … E bayun …

Chale saiyar apane dasie (2)
Hath jodi hatine ahin lavie re … E bayun …

E sarve gopi tyan tole vali re (2)
Nath narasinhan shyamane paye padie re … E bayun …