વૃક્ષારોપણ ગીત - Vruksharopan Gita - Lyrics

વૃક્ષારોપણ ગીત

અહો ધરતી મૈયા! મુગ્ધ આવ્યાં તવ બાળ
તારે ખોળે હુલાવજે એને ચિરકાળ
જોને નાનેરાં નાજુક અહીં આવ્યાં તવ બાળ!
અરી! હો! ધરતી મૈયા મુગ્ધ આવ્યાં તવ બાળ
હાં આવ્યાં તવ બાળ
હાં આવ્યાં તવ બાળ

(૧)

બીજ નાના સૌ ઝંખે છે જીવનનાં નૂર
છોડ ઝંખે છે મીઠા તવ હાલાનાં સૂર
રહે રેલાવી એ પર તવ હૈયાનાં પૂર
અહો વ્હાલ તણાં પૂર!
સદા લેજે તું હેતભરી એની સંભાળ!
અરી ! હો ! ધરતી મૈયા મુગ્ધ આવ્યાં તવ બાળ

(૨)

રહો સૂરજની હેતભરી એ પર નિત આંખ
રહો ખીલન્ત જેમ નભે બીજનો શશાંક
રહો વાયુની લહરાતી હૂંફભરી પાંખ
સદા હૂંફભરી પાંખ!
સદા લેજે તું હેતભરી એની સંભાળ!
અરી! હો! ધરતી મૈયા મુગ્ધ આવ્યાં તવ બાળ

(૩)

ખોલી વનરાઈ સમાં ભરજો એ વ્યોમ
ફળે ફૂલે એ ભરજો અમ છલકાતી ભોમ
એની છાયામાં જીવનનું પ્રગટો શિવ જોમ
અહો! પ્રગટો શુભ જોમ!
સદા લેજે તું હેતભરી એની સંભાળ!
અરી! હો! ધરતી મૈયા મુગ્ધ આવ્યાં તવ બાળ

-સ્નેહરશ્મિ


Vruksharopan Gita

Aho dharati maiya! Mugdha avyan tav bala
Tare khole hulavaje ene chirakala
Jone naneran najuk ahin avyan tav bala! Ari!
Ho! Dharati maiya mugdha avyan tav bala
Han avyan tav bala
Han avyan tav bala

(1)

Bij nan sau zankhe chhe jivananan nura
Chhod zankhe chhe mith tav halanan sura
Rahe relavi e par tav haiyanan pura
Aho vhal tanan pura! Sad leje tun hetabhari eni sanbhala! Ari !
Ho ! Dharati maiya mugdha avyan tav bala

(2)

Raho surajani hetabhari e par nit ankha
Raho khilanṭa jem nabhe bijano shashanka
Raho vayuni laharati hunfabhari pankha
Sad hunfabhari pankha! Sad leje tun hetabhari eni sanbhala! Ari!
Ho! Dharati maiya mugdha avyan tav bala

(3)

Kholi vanarai saman bharajo e vyoma
Fale fule e bharajo am chhalakati bhoma
Eni chhayaman jivananun pragato shiv joma
Aho! Pragato shubh joma! Sad leje tun hetabhari eni sanbhala! Ari!
Ho! Dharati maiya mugdha avyan tav bal

-Sneharashmi