વૃન્દાવન મોરલી વાગે છે - Vrundavan Morali Vage Che - Gujarati & English Lyrics

વાગે છે રે, વાગે છે, વૃન્દાવન મોરલી વાગે છે,
તેનો શબ્દ ગગનમાં ગાજે છે, વૃન્દાવન મોરલી વાગે છે.

વૃન્દા તે વનને મારગ જાતા, વાલો દાણ દહિનાં માગે છે,
વૃન્દાવન…

વૃન્દા તે વનમાં રાસ રચ્યો છે, વાલો રાસ મંડળમાં બિરાજે છે.
વૃન્દાવન…

પીળા પીતામ્બર જરકસી જામા, વાલાને પીળો ને પટકો રાચે છે,
વૃન્દાવન…

કાને તે કુંડળ મસ્તકે મુગટ, વાલાને મુખ પર મોરલી શોભે છે.
વૃન્દાવન…

વૃન્દા તે વનની કુંજ ગલીમાં, વાલો થનક થૈ થૈ નાચે છે,
વૃન્દાવન…

મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ, વાલાના દર્શનથી દુઃખડા ભાગે છે.
વૃન્દાવન…

Vrundavan Morali Vage Che

Vage chhe re, vage chhe, vrundavan morali vage chhe,
Teno shabda gaganaman gaje chhe, vrundavan morali vage chhe.

Vrunda te vanane marag jata, valo dan dahinan mage chhe,
Vrundavana…

Vrunda te vanaman ras rachyo chhe, valo ras mandalaman biraje chhe.
Vrundavana…

Pil pitambar jarakasi jama, valane pilo ne paṭako rache chhe,
Vrundavana…

Kane te kundal mastake mugaṭa, valane mukh par morali shobhe chhe.
Vrundavana…

Vrunda te vanani kunja galiman, valo thanak thai thai nache chhe,
Vrundavana…

Miran ke prabhu giradharan guna, valan darshanathi duahkhad bhage chhe. Vrundavana…