ઝાંઝર અલકમલકથી
ઝાંઝર અલકમલકથી આવ્યું રે
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું
એને ઘૂઘરે ઘમકે તારલિયા
એને પડખે ચમકે ચાંદલિયા
એને મોઢે તે બેઠા મોરલિયા
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું
એ રાજાએ માગ્યું ઝાંઝરણું
એ રાણીએ માગ્યું ઝાંઝરણું
તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું
ઝાંઝર પહેરી હું પાણીડાં ચાલી
મારી હરખે તે સરખી સાહેલી
એને ઠમકારે લોકની આંખ ઝાલી
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું
झांझर अलकमलकथी
झांझर अलकमलकथी आव्युं रे
मने व्हालाए पगमां पहेराव्युं रे
मारुं झमके झमझम झांझरणुं
एने घूघरे घमके तारलिया
एने पडखे चमके चांदलिया
एने मोढे ते बेठा मोरलिया
मारुं झमके झमझम झांझरणुं
ए राजाए माग्युं झांझरणुं
ए राणीए माग्युं झांझरणुं
तोये व्हाले दीधुं मने झांझरणुं
मारुं झमके झमझम झांझरणुं
झांझर पहेरी हुं पाणीडां चाली
मारी हरखे ते सरखी साहेली
एने ठमकारे लोकनी आंख झाली
मारुं झमके झमझम झांझरणुं
Zanzar Alakamalakathi
Zanzar alakamalakathi avyun re
Mane vhalae pagaman paheravyun re
Marun zamake zamazam zanzaranun
Ene ghughare ghamake taraliya
Ene padakhe chamake chandaliya
Ene modhe te betha moraliya
Marun zamake zamazam zanzaranun
E rajae magyun zanzaranun
E ranie magyun zanzaranun
Toye vhale didhun mane zanzaranun
Marun zamake zamazam zanzaranun
Zanzar paheri hun panidan chali
Mari harakhe te sarakhi saheli
Ene thamakare lokani ankh zali
Marun zamake zamazam zanzaranun
Zānzar alakamalakathī
Zānzar alakamalakathī āvyun re
Mane vhālāe pagamān paherāvyun re
Mārun zamake zamazam zānzaraṇun
Ene ghūghare ghamake tāraliyā
Ene paḍakhe chamake chāndaliyā
Ene moḍhe te beṭhā moraliyā
Mārun zamake zamazam zānzaraṇun
E rājāe māgyun zānzaraṇun
E rāṇīe māgyun zānzaraṇun
Toye vhāle dīdhun mane zānzaraṇun
Mārun zamake zamazam zānzaraṇun
Zānzar paherī hun pāṇīḍān chālī
Mārī harakhe te sarakhī sāhelī
Ene ṭhamakāre lokanī ānkh zālī
Mārun zamake zamazam zānzaraṇun
Source : સ્વર: સરોજ ગુંદાણી
રચનાઃ સુન્દરમ્
સ્વરનિયોજનઃ રસિકલાલ ભોજક