આ દુનિયા દુકાનદારી - A Duniya Dukanadari - Lyrics

આ દુનિયા દુકાનદારી

આ દુનિયા દુકાનદારી રે માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

જેવું રે દેતો એવું રે લેતો એના ઘરાક સૌ સંસારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી રે માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

જેનું ખાતું જેવું રે બોલે એવું એ ત્રાજવડે તોલે
એનો ભાવ તો સદા સરીખો ધનિક કે ભીખારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી રે માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

સદાય સાચો કદી ન ખોટો નફો સદા એને કદી ન તોટો
કદી ન ધોખો એનો હિસાબ ચોખો એને કદી નથી નાદારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી રે માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

સોની રે કેવો સોનુ રે મોંઘું તોળે તુલસીને પાને
ધોબી કેવો કે પાપ પરાયા ધોતો તાણેવાણે રે

વૈદડો કેવો, વૈદડો કેવો કે
નાડ રોગીની નસનસમાં એ પેંછાણે રે

શેઠિયો કેવો કે એની થાળી સદા ભરેલી ભાણે
એનો ધંધો કદી ન અંધો, એવો ધંધાદારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી રે માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

A Duniya Dukanadari

A duniya dukanadari re mathe betho ek vepari
Mathe betho ek vepari

Jevun re deto evun re leto en gharak sau sansari re
Mathe betho ek vepari

A duniya dukanadari re mathe betho ek vepari
Mathe betho ek vepari

Jenun khatun jevun re bole evun e trajavade tole
Eno bhav to sad sarikho dhanik ke bhikhari re
Mathe betho ek vepari

A duniya dukanadari re mathe betho ek vepari
Mathe betho ek vepari

Sadaya sacho kadi n khoto nafo sad ene kadi n toto
Kadi n dhokho eno hisab chokho ene kadi nathi nadari re
Mathe betho ek vepari

A duniya dukanadari re mathe betho ek vepari
Mathe betho ek vepari

Soni re kevo sonu re monghun tole tulasine pane
Dhobi kevo ke pap paraya dhoto tanevane re

Vaidado kevo, vaidado kevo ke
Nad rogini nasanasaman e penchhane re

Shethiyo kevo ke eni thali sad bhareli bhane
Eno dhandho kadi n andho, evo dhandhadari re
Mathe betho ek vepari

A duniya dukanadari re mathe betho ek vepari
Mathe betho ek vepari

Source: Mavjibhai