ગીત સંગીત
ભજનાવલી - Bhajans ગઝલ - Gazal લગ્ન ગીત (Lagna Geet) લગ્ન એ પરીવાર નો મંગલ તહેવાર છે. આ તહેવારની ઉજવણીમાં કોઈ કસર છોડવામાં આવતી નથી. બીજા કોઈ પણ પ્રસંગ કરતાં લગ્ન પ્રસંગનું મહત્વ અદકેરું છે. જેમના ઘરમાં લગ્ન પ્રસંગ આવે તેઓ નસીબદાર છે એવું મનાય છે. લગ્ન પ્રસંગે જે ખુશીનો માહોલ સર્જાય છે તે પરણનારા વર-કન્યાને તો જિંદગીભર યાદ રહે જ પણ તે લગ્નની વાતો લગ્ન પ્રસંગમાં સામેલ થતાં નાના-મોટા સૌની સ્મૃતિમાં પણ વર્ષોના વર્ષો સુધી જડાઈ રહે છે. ગીત-સંગીત અને ફટાણા લગ્ન પ્રસંગને ઓર મજેદાર બનાવે છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગે ગવાતા કેટલાંક લોકપ્રિય લગ્ન ગીતો અહીં રજૂ કરવામાં આવ્યા છે. આરતી - Aarti ગરબા - Garba ચાલીસા - Chalisa પ્રભાતિયા - પ્રાર્થના લોક ગીત (Lok-Geet) બાળગીત - (Gujarati Rhymes) નાના ભૂલકાં સાથે બાળક જેવા થઈને રહેવું, નાચવું, ગાવું અને રમવું એના જેવી મજા બીજી કોઈ નથી. એ માટે જોઈતાં હાલરડાં, જોડકણાં અને બાળગીતોનો આપણો ખજાનો વિશાળ છે. તેમાંથી ચાખવા જેવી થોડી વાનગી અહીં પીરસી છે. યાદ રાખજો કે અહીં જે લખાણ આપ્યું છે તે બાળકોને વંચાવશો નહિ કે જે જે ગીતો છે તે વગાડીને બાળકોને સંભળાવશો નહિ. તે લખાણ અને ગીતો તમારા વાચવાં અને સાંભળવા માટે છે; એ લખાણ તમારે બાળકોને વાંચી સંભળાવવાનું છે, ગીતો તમારે ગાઈ બતાવવાના છે અને ગવડાવવાના છે. બાળકોને આ ગીતો કરતાં પણ વધુ જરૂર તમારી છે એ વાત કદી ભૂલશો નહિ. કાવ્ય રત્નમાળા કેટલાક અનોખા ગુજરાતી કાવ્ય રત્ન પસંદ કરી તેની જે સરસ માળા બનાવી છે તે અહીં પ્રસ્તુત છે. સમયના વહેણની સાથે આ કાવ્ય રત્નમાળામાં વધુ ને વધુ કવિતાઓ ઉમેરાતી રહે છે. આપ અહિયાં કાવ્ય સબમિટ કરી સકો છો. કાવ્ય સાથે તેના રચયતા ને લિખિત કરવાનું ના ભૂલસો.