આટલો સંદેશો મારા સદગુરુને કહેજો સેવકના રુદિયામાં રહેજો…સંદેશો
સેવાને સ્મરણ અમે કોનાં રે કરીએ, તેનો આદેશ અમને દેજો…સંદેશો
કાયાનું દેવળ અમને લાગે છે કાચું, તેની ભલામણ અમને દેજો…સંદેશો
કાયા પડશે ને હંસો કયાં જઈ સમાશે, તે ઘર બતાવી અમને દેજો…સંદેશો
બ્રહ્મ સ્વરૂપ મારી નજરમાં ના’વે, દર્શન દીદાર અમન દેજો…સંદેશો
બેઉ કરજોડી દાસ અંબારામ કહે છે સેવકને શરણમાં લેજો…સંદેશો
Aatlo Sandesho
Āṭalo sandesho mārā sadagurune kahejo sevakanā rudiyāmān rahejo…sandesho
Sevāne smaraṇ ame konān re karīe, teno ādesh amane dejo…sandesho
Kāyānun devaḷ amane lāge chhe kāchun, tenī bhalāmaṇ amane dejo…sandesho
Kāyā paḍashe ne hanso kayān jaī samāshe, te ghar batāvī amane dejo…sandesho
Brahma svarūp mārī najaramān nā’ve, darshan dīdār aman dejo…sandesho
Beu karajoḍī dās anbārām kahe chhe sevakane sharaṇamān lejo…sandesho
Divya Publication. (2020). કિર્તન સાગર
આટલો સંદેશો મારા ગુરુજી ને I Aatlo Sandesho Mara Guruji Ne Kejo I Bhajan I Hemant Chauhan. (2018, January 13). YouTube