આવ્યાં આવ્યો કાંઈ વલાતુંનાં વા'ણ જો - Aavya Avyo Kai Valatuna Vaa'n Jo - Gujarati & English LYrics

આવ્યાં આવ્યો કાંઈ વલાતુંનાં વા’ણ જો,
પણ ના આવ્યાં નાહોલિયા તારાં નાવડાં.

ઉંચે ઉડે કાંઈ ખૂવા કેરા થંભ જો,
એવાં રે ફફડે રે મારાં કાળજાં
આવ્યાં આવ્યાં કાંઈ…

ચુંદડી ને મોળિયો ખારેક ને ખજૂર જો,
પૂનમે ધરાવશું દરિયાદેવને
આવ્યાં આવ્યાં કાંઈ.

ખોળો પાચરીને વિનવું દરિયા દેવ જો,
રખોપાં કરજે રે મારા કંથન
આવ્યાં આવ્યાં કાંઈ

કંથડો મારો કોડીલો છે કાન જો,
રાધા રે જુવ રે તારી વાટડી
આવ્યાં આવ્યાં કોઈ

Aavya Avyo Kai Valatuna Vaa’n Jo

Avyan avyo kani valatunnan va’n jo,
Pan n avyan naholiya taran navadan.

Unche ude kani khuv ker thanbha jo,
Evan re fafade re maran kalajan
Avyan avyan kani…

Chundadi ne moliyo kharek ne khajur jo,
Puname dharavashun dariyadevane
Avyan avyan kani.

Kholo pacharine vinavun dariya dev jo,
Rakhopan karaje re mar kanthan
Avyan avyan kani

Kanthado maro kodilo chhe kan jo,
Radh re juv re tari vaṭadi
Avyan avyan koi