About the લગ્ન ગીત (Lagna Geet) category

લગ્ન એ પરીવાર નો મંગલ તહેવાર છે. આ તહેવારની ઉજવણીમાં કોઈ કસર છોડવામાં આવતી નથી. બીજા કોઈ પણ પ્રસંગ કરતાં લગ્ન પ્રસંગનું મહત્વ અદકેરું છે. જેમના ઘરમાં લગ્ન પ્રસંગ આવે તેઓ નસીબદાર છે એવું મનાય છે. લગ્ન પ્રસંગે જે ખુશીનો માહોલ સર્જાય છે તે પરણનારા વર-કન્યાને તો જિંદગીભર યાદ રહે જ પણ તે લગ્નની વાતો લગ્ન પ્રસંગમાં સામેલ થતાં નાના-મોટા સૌની સ્મૃતિમાં પણ વર્ષોના વર્ષો સુધી જડાઈ રહે છે. ગીત-સંગીત અને ફટાણા લગ્ન પ્રસંગને ઓર મજેદાર બનાવે છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગે ગવાતા કેટલાંક લોકપ્રિય લગ્ન ગીતો અહીં રજૂ કરવામાં આવ્યા છે.