અધૂરા વેદાન્તી - Adhur Vedanti - Lyrics

અધૂરા વેદાન્તી

(શિખરિણી-સોનેટ)
અધૂરા વેદાન્તી નવ કદિ વખોડીશ જગને
પદાર્થોને મિથ્યા કહી કદિ ન નિંદીશ વિભુને
ઉંધા પ્હેરી ચશ્મો જગ તરફ જો તું નિરખશે
પછી ક્યાંથી તેના અતિ ગહન સત્યો પરખશે

નથી શું આ વિશ્વે જીવન જીવવાની સરળતા
નથી શું વ્યાપેલી સ્થલ સકલ માંહે મધુરતા
વ્યવસ્થા શું રુડી અખિલ જગ કેરી નવ મળે
અસંતોષી જેથી સતત ફરિયાદો બહુ કરે

અહીં શું ખોટું છે સરસ મધુરું આ સકલ છે
કહાં ખામી ભાળે જગત વિભુ કેરું પ્રતીક છે
વિકારી દૃષ્ટિ આ નવ કદિ વિલોકે વિમલતા
જુવે દોષ દૃષ્ટિ શશિવદનમાંયે મલિનતા

નિરાશી વેદાન્તી અકલ ગતિને ના કળી શકે
ખસો આઘે કો’દિ જીવન મધુરું ના જીવી શકે
(૧-૧૧-૧૯૩૦)

-નલિન મણિશંકર ભટ્ટ


Adhur Vedanti

(shikharini-soneṭa)
Adhur vedanti nav kadi vakhodish jagane
Padarthone mithya kahi kadi n nindish vibhune
Undha pheri chashmo jag taraf jo tun nirakhashe
Pachhi kyanthi ten ati gahan satyo parakhashe

Nathi shun a vishve jivan jivavani saralata
Nathi shun vyapeli sthal sakal manhe madhurata
Vyavastha shun rudi akhil jag keri nav male
Asantoshi jethi satat fariyado bahu kare

Ahin shun khotun chhe saras madhurun a sakal chhe
Kahan khami bhale jagat vibhu kerun pratik chhe
Vikari drushti a nav kadi viloke vimalata
Juve dosh drushti shashivadanamanye malinata

Nirashi vedanti akal gatine n kali shake
Khaso aghe ko’di jivan madhurun n jivi shake
(1-11-1930)

-nalin manishankar bhatṭa

Source: Mavjibhai