આદ્ય શક્તિ તુજને નામું - Adya Shakti Tujne Namu - Gujarati & English Lyrics

આદ્ય શક્તિ તુજને નામું રે બહુચરા ,ગણપત લાગુ પાય .
દિન જાણી ને દયા કરો બહુચરા મુખે માગું તે થાય
આદ્ય શક્તિ તુજને નામું રે…

વાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય,
ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય,
આદ્ય શક્તિ તુજને નામું રે…

સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યો બહુચર નામ,
સામ સામા બે ઓરડા રે બહુચરા સોનુ ઘડે સો નાર,
આદ્ય શક્તિ તુજને નામું રે…

શુંભ નિશુંભ ને હાથે હણ્યા બહુચરા બીજા અનેક અસુર ,
રક્તબીજ ને તમે માર્યા રે બહુચરા રક્ત ચલાવ્યા પુર ,
આદ્ય શક્તિ તુજને નામું રે…

જોવા તે મરઘા બોલાવીયા રે બહુચરા દૈત્ય તણા પેટમાય
ખડી માથે ખોડા કર્યો રે બહુચરા સ્ત્રી માથે પુરુષ,
આદ્ય શક્તિ તુજને નામું રે…

હૈયું નથી જોને હાલતું યે બહુચરા કઠણ આવ્યો કાળ ,
ધરમ ગયો ધરણી ધસી રે બહુચર પુણ્ય ગયું પાતાળ .
કર જોડી ને વિનવું રે બહુચરા વલ્લભ તારો દાસ
ચરણ પખાળ તુજને નામું રે બહુચર પૂરી આસ
આદ્ય શક્તિ તુજને નામું રે…

Adya Shakti Tujne Namu

Adya shakti tujane namun re bahuchar ,ganapat lagu paya .
Din jani ne daya karo bahuchar mukhe magun te thaya
Adya shakti tujane namun re…

Vani apo ne parameshvari re bahuchar gun tamar gavaya,
Chosath beni mali samati re bahuchar manasarovar javaya,
Adya shakti tujane namun re…

Sarve mali kidhi sthapan re bahuchar dharavyo bahuchar nama,
Sam sam be orad re bahuchar sonu ghade so nara,
Adya shakti tujane namun re…

Shunbha nishunbha ne hathe hanya bahuchar bij anek asur ,
Raktabij ne tame marya re bahuchar rakṭa chalavya pur ,
Adya shakti tujane namun re…

Jov te maragh bolaviya re bahuchar daitya tan peṭamaya
Khadi mathe khod karyo re bahuchar stri mathe purusha,
Adya shakti tujane namun re…

Haiyun nathi jone halatun ye bahuchar kaṭhan avyo kal ,
Dharam gayo dharani dhasi re bahuchar punya gayun patal .
Kar jodi ne vinavun re bahuchar vallabh taro das
Charan pakhal tujane namun re bahuchar puri asa
Adya shakti tujane namun re…

NAVRATRI GARBO - AdhyaShakti Tujne Namu Bahuchara. (2019, September 19). YouTube