અમે આવ્યાં તમારે આશરે અલબેલાજી,
અમે શું કરીએ જઈ સાસરે અલબેલાજી.
વાલા સાસરિયાં સંતાપશે અલબેલાજી,
અમને અવળો ધંધો આપશે અલબેલાજી.
હું તો બીવરાવી બીતી નથી અલબેલાજી,
હું તો ઓશિયાળી કોઈની નથી અલબેલાજી.
હું તો ઓશિયાળી પ્રભુ તમ તણી અલબેલાજી,
મારે માથે છે તમ જેવો ધણી અલબેલાજી.
હીરો લાગ્યો અમારા હાથમાં અલબેલાજી,
તમે શોભો સૈયરના સાથમાં અલબેલાજી.
કાજળ દીસે છે તારી આંખમાં અલબેલાજી,
તું તો નેણુંની ચોટું નાખ્યમા અલબેલાજી.
આળ નો કરો કાન એવડી અલબેલાજી,
હું તો નથી તમારા જેવડી અલબેલાજી.
મને રોકી જમુના ઘાટમાં અલબેલાજી,
મારાં મહી છલકાશે વાટમાં અલબેલાજી.
Ame avyan tamare ashare alabelaji,
Ame shun karie jai sasare alabelaji.
Val sasariyan santapashe alabelaji,
Amane avalo dhandho apashe alabelaji.
Hun to bivaravi biti nathi alabelaji,
Hun to oshiyali koini nathi alabelaji.
Hun to oshiyali prabhu tam tani alabelaji,
Mare mathe chhe tam jevo dhani alabelaji.
Hiro lagyo amar hathaman alabelaji,
Tame shobho saiyaran sathaman alabelaji.
Kajal dise chhe tari ankhaman alabelaji,
Tun to nenunni chotun nakhyam alabelaji.
Al no karo kan evadi alabelaji,
Hun to nathi tamar jevadi alabelaji.
Mane roki jamun ghaṭaman alabelaji,
Maran mahi chhalakashe vaṭaman alabelaji.