અમે કરીશું પ્રેમ - Ame Karishun Prema - Lyrics

અમે કરીશું પ્રેમ

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહિ તો ખૂટે કેમ
તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ

તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ
અમે એટલાં ઘેલાં ઘાયલ નહિ નામ કે ઠામ

તમને તો કોઈ કારણ
અમને નહિ બ્હાના નહિ વ્હેમ
અમે કરીશું પ્રેમ

તમને વાદળ ધુમ્મસ વ્હાલાં અમને ઊજળી રાત
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત

કહો આંખથી ગંગા
જમના વહે એમ ને એમ
અમે કરીશું પ્રેમ

-સુરેશ દલાલ


Ame Karishun Prema

Rat divasano rasto vhalam nahi to khute kema
Tame premani vato karajo ame karishun prema

Tame reti ke hatheli upar lakho tamarun nama
Ame eṭalan ghelan ghayal nahi nam ke thama

Tamane to koi karana
Amane nahi bhan nahi vhema
Ame karishun prema

Tamane vadal dhummas vhalan amane ujali rata
Ame tamaran charan chumashun thaine parijata

Kaho ankhathi ganga
Jaman vahe em ne ema
Ame karishun prema

-suresh dalala

Source: Mavjibhai