આરતને આરે
મહોબત બસ મહોબતના વિચારે જીવતાં શીખો,
તરી જાશો એ તરણાંને સહારે જીવતાં શીખો!
વમળમાં જીવતાં શીખો, કિનારે જીવતાં શીખો −
હવાની જેમ મોજાંઓની હારે જીવતાં શીખો.
જીવનમાળો તણખલાં ને તિખારાનો બનેલો છે,
તણખલે જીવતાં શીખો : તિખારે જીવતાં શીખો.
પ્રકારો જીવવાના સો નહીં બલ્કે હજારો છે,
છે એનો અર્થ એ કોઈ પ્રકારે જીવતાં શીખો.
પછી જુઓ કે આવે છે મુસીબતમાં મજા કેવી!
કસબ આ શીખવા જેવો છે પ્યારે, જીવતાં શીખો.
સ્મરણ સુંદરનું કરવું આંખ મીંચી એ ય લ્હાવો છે.
બળ્યું છે બ્હારે તે શું ? બંધ બારે જીવતાં શીખો!
જશો નજદીક તો ‘ઘાયલ’, વધુ અંતર પડી જશે,
છે બહેતર એ જ કે આરતને આરે જીવતાં શીખો.
आरतने आरे
महोबत बस महोबतना विचारे जीवतां शीखो,
तरी जाशो ए तरणांने सहारे जीवतां शीखो!
वमळमां जीवतां शीखो, किनारे जीवतां शीखो −
हवानी जेम मोजांओनी हारे जीवतां शीखो.
जीवनमाळो तणखलां ने तिखारानो बनेलो छे,
तणखले जीवतां शीखो : तिखारे जीवतां शीखो.
प्रकारो जीववाना सो नहीं बल्के हजारो छे,
छे एनो अर्थ ए कोई प्रकारे जीवतां शीखो.
पछी जुओ के आवे छे मुसीबतमां मजा केवी!
कसब आ शीखवा जेवो छे प्यारे, जीवतां शीखो.
स्मरण सुंदरनुं करवुं आंख मींची ए य ल्हावो छे.
बळ्युं छे ब्हारे ते शुं ? बंध बारे जीवतां शीखो!
जशो नजदीक तो ‘घायल’, वधु अंतर पडी जशे,
छे बहेतर ए ज के आरतने आरे जीवतां शीखो.
Aratane Are
Mahobat bas mahobatana vichare jivatan shikho,
Tari jasho e tarananne sahare jivatan shikho!
Vamalaman jivatan shikho, kinare jivatan shikho -
Havani jem mojanoni hare jivatan shikho.
Jivanamalo tanakhalan ne tikharano banelo chhe,
Tanakhale jivatan shikho : tikhare jivatan shikho.
Prakaro jivavana so nahin balke hajaro chhe,
Chhe eno arth e koi prakare jivatan shikho.
Pachhi juo ke ave chhe musibataman maja kevi! Kasab a shikhava jevo chhe pyare, jivatan shikho.
Smaran sundaranun karavun ankh minchi e ya lhavo chhe. Balyun chhe bhare te shun ? banda bare jivatan shikho!
Jasho najadik to ‘ghayala’, vadhu antar padi jashe,
Chhe bahetar e j ke aratane are jivatan shikho.
Āratane āre
Mahobat bas mahobatanā vichāre jīvatān shīkho,
Tarī jāsho e taraṇānne sahāre jīvatān shīkho!
Vamaḷamān jīvatān shīkho, kināre jīvatān shīkho −
Havānī jem mojānonī hāre jīvatān shīkho.
Jīvanamāḷo taṇakhalān ne tikhārāno banelo chhe,
Taṇakhale jīvatān shīkho : tikhāre jīvatān shīkho.
Prakāro jīvavānā so nahīn balke hajāro chhe,
Chhe eno arth e koī prakāre jīvatān shīkho.
Pachhī juo ke āve chhe musībatamān majā kevī! Kasab ā shīkhavā jevo chhe pyāre, jīvatān shīkho.
Smaraṇ sundaranun karavun ānkh mīnchī e ya lhāvo chhe. Baḷyun chhe bhāre te shun ? banḍa bāre jīvatān shīkho!
Jasho najadīk to ‘ghāyala’, vadhu antar paḍī jashe,
Chhe bahetar e j ke āratane āre jīvatān shīkho.
Source : સ્વર: ઉષા ચિનોય
ગઝલઃ અમૃત ઘાયલ