આત્મદીપો ભવ - Atmadipo Bhava - Gujarati

આત્મદીપો ભવ

તું તારા દિલનો દીવો થાને !
ઓ રે ! ઓ રે ઓ ભાયા !

રખે કદી તું ઊછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
એ રે ઊછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા.
ઓ રે ! ઓ રે ઓ ભાયા !

કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેટ છુપાયાં
નાની શી સળી અડી ના અડી, પ્રગટશે રંગમાયા.
ઓ રે ! ઓ રે ઓ ભાયા !

આભમાં સુરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા.
ઓ રે ! ઓ રે ઓ ભાયા !


आत्मदीपो भव

तुं तारा दिलनो दीवो थाने !
ओ रे ! ओ रे ओ भाया !

रखे कदी तुं ऊछीनां लेतो, पारकां तेज ने छाया;
ए रे ऊछीनां खूटी जशे ने, ऊडी जशे पडछाया.
ओ रे ! ओ रे ओ भाया !

कोडियुं तारुं काची माटीनुं, तेल दिवेट छुपायां
नानी शी सळी अडी ना अडी, प्रगटशे रंगमाया.
ओ रे ! ओ रे ओ भाया !

आभमां सुरज, चंद्र ने तारा, मोटा मोटा तेजराया;
आतमनो तारो प्रगटाव दीवो, तुं विण सर्व पराया.
ओ रे ! ओ रे ओ भाया !


Atmadipo Bhava

Tun tara dilano divo thane ! O re ! o re o bhaya !

Rakhe kadi tun uchhinan leto, parakan tej ne chhaya;
E re uchhinan khuti jashe ne, udi jashe padachhaya. O re ! o re o bhaya !

Kodiyun tarun kachi matinun, tel divet chhupayan
Nani shi sali adi na adi, pragatashe rangamaya. O re ! o re o bhaya !

Abhaman suraja, chandra ne tara, mota mota tejaraya;
Atamano taro pragatav divo, tun vin sarva paraya. O re ! o re o bhaya !


Ātmadīpo bhava

Tun tārā dilano dīvo thāne ! O re ! o re o bhāyā !

Rakhe kadī tun ūchhīnān leto, pārakān tej ne chhāyā;
E re ūchhīnān khūṭī jashe ne, ūḍī jashe paḍachhāyā. O re ! o re o bhāyā !

Koḍiyun tārun kāchī māṭīnun, tel diveṭ chhupāyān
Nānī shī saḷī aḍī nā aḍī, pragaṭashe rangamāyā. O re ! o re o bhāyā !

Ābhamān suraja, chandra ne tārā, moṭā moṭā tejarāyā;
Ātamano tāro pragaṭāv dīvo, tun viṇ sarva parāyā. O re ! o re o bhāyā !


Source : ભોગીલાલ ચુનીલાલ ગાંધી