બાઈજીને આંગણ આંબલો રે સંધલાલ
મારે આવે રૂડી છાંય મોરી સંઘલાલ
વહુનો વીરો વણજારો રે સંધલાલ
બાઈજીને મે’માન આવિયા રે સંઘલાલ
મારે આવે મારો વીર મોરી સંઘલાલ
વહુનો વીરો…
બાઈજીએ વોર્યો બાવટો રે સંઘલાલ
મેં રે વોરી ઝીણી શેવ મોરી સંધલાલ
વહુનો વીરો…
બાઈજીને લાવ્યા કાપડું રે સંધલાલ
મારે લાવ્યા મગર ભેંસ મોરી સંઘલાલ
વહુનો વીરો…
હું ને મારી બાઈજી લાડિયાં રે સંધલાલ
આવ્યાં અમે ઢીકાઢીક મોરી સંઘલાલ
વહુનો વીરો…
Baijine Aangan Ambalo Re Sanghlal
Baijine angan anbalo re sandhalal
Mare ave rudi chhanya mori sanghalal
Vahuno viro vanajaro re sandhalal
Baijine me’man aviya re sanghalal
Mare ave maro vir mori sanghalala
Vahuno viro…
Baijie voryo bavato re sanghalal
Men re vori zini shev mori sandhalala
Vahuno viro…
Baijine lavya kapadun re sandhalal
Mare lavya magar bhensa mori sanghalala
Vahuno viro…
Hun ne mari baiji ladiyan re sandhalal
Avyan ame dhikadhik mori sanghalala
Vahuno viro…