બંગલો કોણે રે બનાવ્યો? - Bangalo Kone Re Banavyo? - Lyrics

બંગલો કોણે રે બનાવ્યો?

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
બંગલો કોણે રે બનાવ્યો?

લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં નથી ખીલા
નથી ખીલીઓ મારા ભાઈ
ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં નથી સિમેન્ટ
નથી રેતી મારા ભાઈ

આ રે બંગલામાં દસ દસ દરવાજા
નવસો નવાણું એમાં બારી મારા ભાઈ
કડિયા-કારીગરની કારીગરી નથી એમાં
પાણીની બનાવી હવેલી મારા ભાઈ

બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા
નથી દેવું પડતું ભાડું મારા ભાઈ
નટવર શેઠની નોટિસો રે આવી
અમારે ચોપડે નથી નામું મારા ભાઈ

ઊઠો જીવાભાઈ જમડા રે આવ્યા
આ રે બંગલો કરો ખાલી મારા ભાઈ
પાછું વાળી શું જુઓ છો જીવાભાઈ
ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ

દાસી જીવણ જાઓ ગુરુજીને ચરણે
તારશે પ્રેમનગરવાળો મારા ભાઈ
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
બંગલો કોણે રે બનાવ્યો?

  • દાસી જીવણ

Bangalo Kone Re Banavyo?

A bangalano bandhanar kevo mar bhai
Bangalo kone re banavyo?

Lodhun nathi kani lakadun nathi eman nathi khila
Nathi khilio mar bhai
Into nathi kani chuno re nathi eman nathi simenṭa
Nathi reti mar bhai

A re bangalaman das das daravaja
Navaso navanun eman bari mar bhai
Kadiya-karigarani karigari nathi eman
Panini banavi haveli mar bhai

Bangalo banavi manhi jivabhai padharavya
Nathi devun padatun bhadun mar bhai
Naṭavar sheṭhani notiso re avi
Amare chopade nathi namun mar bhai

Utho jivabhai jamad re avya
A re bangalo karo khali mar bhai
Pachhun vali shun juo chho jivabhai
Khuti gayan anna-jala-pani mar bhai

Dasi jivan jao gurujine charane
Tarashe premanagaravalo mar bhai
A bangalano bandhanar kevo mar bhai
Bangalo kone re banavyo?

  • dasi jivana

Source: Mavjibhai