બાર મહિના
કારતકમાં ટાઢ આવી, માગશરમાં જામી
પોષ મહિને પતંગ લઈને, ટાઢને ભગાડી
મહા  મહિને  વસંતપંચમી,   ઊડે રંગ ગુલાલ
ફાગણ મહિને હોળી આવી, રંગ ગુલાબી લાલ
ચૈત્ર મહિનો ગરમી લાવ્યો, વેકેશન વૈશાખ
જેઠ મહિને  ગિલ્લી દંડા, રમતા લાગે થાક
અષાઢ મહિને આંધી સાથે, વાદળ વરસે ઝાઝા
શ્રાવણ મહિને સરવર છલકે, શાક ભાજી તાજા
ભાદરવામાં ભીંડાનું શાક, લોકો હોંશે ખાય
આસો  મહિને  દિવાળી,  ફટાકડાં  ફોડાય
Bār Mahinā
Kāratakamān ṭāḍh āvī, māgasharamān jāmī
Poṣh mahine patanga laīne, ṭāḍhane bhagāḍī
Mahā  mahine  vasantapanchamī,   ūḍe ranga gulāla
Fāgaṇ mahine hoḷī āvī, ranga gulābī lāla
Chaitra mahino garamī lāvyo, vekeshan vaishākha
Jeṭh mahine  gillī danḍā, ramatā lāge thāka
Aṣhāḍh mahine āndhī sāthe, vādaḷ varase zāzā
Shrāvaṇ mahine saravar chhalake, shāk bhājī tājā
Bhādaravāmān bhīnḍānun shāka, loko honshe khāya
Āso  mahine  divāḷī,  faṭākaḍān  foḍāya
Source: Mavjibhai