ભારી બેડાં ને નાજુકડી નાર ગીતની બાકીની કડીઓ
(ઈ.સ. ૧૯૨૮ના દેશી નાટક સમાજના નાટક
‘સત્તાના મદ’ના પ્રહસન વિભાગમાં
વૈકુંઠ અને ત્રિવેણી નામના પતિ-પત્નીના પાત્રોના કંઠે
ગવાતા ‘ભારી બેડાં’ના મૂળ ગીતમાં પાછળથી ઉમેરાયેલી
મનાતી બાકીની કડીઓ આ પ્રમાણે છેઃ)
વૈ. સારી અને ભૂંડી વાતો કૂવે કાંઠે થાય છે
સારી અને ભૂંડી વાતો કૂવે કાંઠે થાય
ત્યાં ધણીઓનાં અવગુણ ગવાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
ત્રિ. કેડો મરડીને ઘડો શેં ભરું રે રાજ
કેડો મરડીને ઘડો શેં ભરું રે રાજ
તૂટે મારા કમખાની કશ રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
વૈ. જેઠી અને જમની તણી જામે તકરારો જ્યાં
જેઠી અને જમની તણી જામે તકરારો જ્યાં
સામસામી બંગડી નંદવાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
ત્રિ. નાજુક પગ મારા મહીં કાંકરીઓ ખૂંચતી
નાજુક પગ મારા મહીં કાંકરીઓ ખૂંચતી
મોજડી પ્હેરું તો વાતો થાય રે હાં હાં
મોજડી પ્હેરું તો વાતો થાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
વૈ. કૈંકનાં રંડાય જ્યાં ને કૈંકનાં મંડાય જ્યાં
કૈંકનાં રંડાય જ્યાં ને કૈંકનાં મંડાય જ્યાં
કૈંકનાં તે ઘર ભંગાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
ત્રિ. ઊંડો કૂવો ને એના નીર બહુ નીચા
ઊંડો કૂવો ને એના નીર બહુ નીચા
સીંચી સીંચીને જીવ જાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
વૈ. દેરાણી, જેઠાણી અને પાડોશણોનાં
દેરાણી, જેઠાણી અને પાડોશણોનાં
પુણ્ય-પાપ ત્યાં ચૂકવાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
ત્રિ. ભારી બેડાં ને હું તો નાજુકડી નાર
કેમ કરી પાણીડાં ભરાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
भारी बेडां ने नाजुकडी नार गीतनी बाकीनी कडीओ
(ई.स. १९२८ना देशी नाटक समाजना नाटक
‘सत्ताना मद’ना प्रहसन विभागमां
वैकुंठ अने त्रिवेणी नामना पति-पत्नीना पात्रोना कंठे
गवाता ‘भारी बेडां’ना मूळ गीतमां पाछळथी उमेरायेली
मनाती बाकीनी कडीओ आ प्रमाणे छेः)
वै. सारी अने भूंडी वातो कूवे कांठे थाय छे
सारी अने भूंडी वातो कूवे कांठे थाय
त्यां धणीओनां अवगुण गवाय रे
भम्मरिया कूवाने कांठडे
त्रि. केडो मरडीने घडो शें भरुं रे राज
केडो मरडीने घडो शें भरुं रे राज
तूटे मारा कमखानी कश रे
भम्मरिया कूवाने कांठडे
वै. जेठी अने जमनी तणी जामे तकरारो ज्यां
जेठी अने जमनी तणी जामे तकरारो ज्यां
सामसामी बंगडी नंदवाय रे
भम्मरिया कूवाने कांठडे
त्रि. नाजुक पग मारा महीं कांकरीओ खूंचती
नाजुक पग मारा महीं कांकरीओ खूंचती
मोजडी प्हेरुं तो वातो थाय रे हां हां
मोजडी प्हेरुं तो वातो थाय रे
भम्मरिया कूवाने कांठडे
वै. कैंकनां रंडाय ज्यां ने कैंकनां मंडाय ज्यां
कैंकनां रंडाय ज्यां ने कैंकनां मंडाय ज्यां
कैंकनां ते घर भंगाय रे
भम्मरिया कूवाने कांठडे
त्रि. ऊंडो कूवो ने एना नीर बहु नीचा
ऊंडो कूवो ने एना नीर बहु नीचा
सींची सींचीने जीव जाय रे
भम्मरिया कूवाने कांठडे
वै. देराणी, जेठाणी अने पाडोशणोनां
देराणी, जेठाणी अने पाडोशणोनां
पुण्य-पाप त्यां चूकवाय रे
भम्मरिया कूवाने कांठडे
त्रि. भारी बेडां ने हुं तो नाजुकडी नार
केम करी पाणीडां भराय रे
भम्मरिया कूवाने कांठडे
Bhari Bedan Ne Najukadi Nar Gitani Bakini Kadio
(i.sa. 1928na deshi natak samajana nataka
'sattana mada’na prahasan vibhagaman
Vaikunth ane triveni namana pati-patnina patrona kanthe
Gavata 'bhari bedan’na mul gitaman pachhalathi umerayeli
Manati bakini kadio a pramane chheah)
Vai. Sari ane bhundi vato kuve kanthe thaya chhe
sari ane bhundi vato kuve kanthe thaya
tyan dhanionan avagun gavaya re
bhammariya kuvane kanthade
Tri. Kedo maradine ghado shen bharun re raja
kedo maradine ghado shen bharun re raja
tute mara kamakhani kash re
bhammariya kuvane kanthade
Vai. Jethi ane jamani tani jame takararo jyan
jethi ane jamani tani jame takararo jyan
samasami bangadi nandavaya re
bhammariya kuvane kanthade
Tri. Najuk pag mara mahin kankario khunchati
najuk pag mara mahin kankario khunchati
mojadi pherun to vato thaya re han han
mojadi pherun to vato thaya re
bhammariya kuvane kanthade
Vai. Kainkanan randaya jyan ne kainkanan mandaya jyan
kainkanan randaya jyan ne kainkanan mandaya jyan
kainkanan te ghar bhangaya re
bhammariya kuvane kanthade
Tri. Undo kuvo ne ena nir bahu nicha
undo kuvo ne ena nir bahu nicha
sinchi sinchine jiv jaya re
bhammariya kuvane kanthade
Vai. Derani, jethani ane padoshanonan
derani, jethani ane padoshanonan
punya-pap tyan chukavaya re
bhammariya kuvane kanthade
Tri. Bhari bedan ne hun to najukadi nara
kem kari panidan bharaya re
bhammariya kuvane kanthade
Bhārī beḍān ne nājukaḍī nār gītanī bākīnī kaḍīo
(ī.sa. 1928nā deshī nāṭak samājanā nāṭaka
‘sattānā mada’nā prahasan vibhāgamān
Vaikunṭh ane triveṇī nāmanā pati-patnīnā pātronā kanṭhe
Gavātā ‘bhārī beḍān’nā mūḷ gītamān pāchhaḷathī umerāyelī
Manātī bākīnī kaḍīo ā pramāṇe chheah)
Vai. Sārī ane bhūnḍī vāto kūve kānṭhe thāya chhe
sārī ane bhūnḍī vāto kūve kānṭhe thāya
tyān dhaṇīonān avaguṇ gavāya re
bhammariyā kūvāne kānṭhaḍe
Tri. Keḍo maraḍīne ghaḍo shen bharun re rāja
keḍo maraḍīne ghaḍo shen bharun re rāja
tūṭe mārā kamakhānī kash re
bhammariyā kūvāne kānṭhaḍe
Vai. Jeṭhī ane jamanī taṇī jāme takarāro jyān
jeṭhī ane jamanī taṇī jāme takarāro jyān
sāmasāmī bangaḍī nandavāya re
bhammariyā kūvāne kānṭhaḍe
Tri. Nājuk pag mārā mahīn kānkarīo khūnchatī
nājuk pag mārā mahīn kānkarīo khūnchatī
mojaḍī pherun to vāto thāya re hān hān
mojaḍī pherun to vāto thāya re
bhammariyā kūvāne kānṭhaḍe
Vai. Kainkanān ranḍāya jyān ne kainkanān manḍāya jyān
kainkanān ranḍāya jyān ne kainkanān manḍāya jyān
kainkanān te ghar bhangāya re
bhammariyā kūvāne kānṭhaḍe
Tri. Ūnḍo kūvo ne enā nīr bahu nīchā
ūnḍo kūvo ne enā nīr bahu nīchā
sīnchī sīnchīne jīv jāya re
bhammariyā kūvāne kānṭhaḍe
Vai. Derāṇī, jeṭhāṇī ane pāḍoshaṇonān
derāṇī, jeṭhāṇī ane pāḍoshaṇonān
puṇya-pāp tyān chūkavāya re
bhammariyā kūvāne kānṭhaḍe
Tri. Bhārī beḍān ne hun to nājukaḍī nāra
kem karī pāṇīḍān bharāya re
bhammariyā kūvāne kānṭhaḍe
Source : ક્લીક કરો અને સાંભળો
આ ગીતનો બાકીનો હિસ્સો