ભિક્ષા દેને મૈયા પિંગળા - Bhiksha Dene Maiya Pingada - Lyrics

ભિક્ષા દેને મૈયા

ભિક્ષા દેને મૈયા પિંગળા,
જોગી ઉભો છે તારે દ્વાર… મૈયા પિંગળા…
ભેખ રે ઉતારો રાજા ભરથરી,
હૈયું કરે છે પુકાર… રાજા ભરથરી…

કેમ રે જોવાશે ભેખ તમારો,
ખાવું ઝેર કટાર,
કેસર ચંદન છોડીને આવ્યા
ધર્મોના ભભૂત અવતાર… રાજા ભરથરી…

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થતું,
કરનારો કિરતાર
કંચનશી કયા રાખ થવાની
શોભે નહીં શણગાર… મૈયા પિંગળા…

રંગ રેલાવો રાજા રણ મહેલમાં
રળવું રંગથાળ
દયા કરી મને છોડો ના એકલી
મારગ બીચ મજધાર… રાજા ભરથરી…

જંગલના જોગી તો જંગલમાં ભટકે,
શોભે નહીં સંસાર
અલખ નિરંજનની ધૂણી ધખાવી
થવા ભવસાગર પર… મૈયા પિંગળા…


Bhiksha Debe Maiya

Bhikṣhā dene maiyā pingaḷā,
Jogī ubho chhe tāre dvāra… Maiyā pingaḷā… Bhekh re utāro rājā bharatharī,
Haiyun kare chhe pukāra… Rājā bharatharī…

Kem re jovāshe bhekh tamāro,
Khāvun zer kaṭāra,
Kesar chandan chhoḍīne āvyā
Dharmonā bhabhūt avatāra… Rājā bharatharī…

Lakhyun je lalāṭe te mithyā n thatun,
Karanāro kiratāra
Kanchanashī kayā rākh thavānī
Shobhe nahīn shaṇagāra… Maiyā pingaḷā…

Ranga relāvo rājā raṇ mahelamān
Raḷavun rangathāḷa
Dayā karī mane chhoḍo nā ekalī
Mārag bīch majadhāra… Rājā bharatharī…

Jangalanā jogī to jangalamān bhaṭake,
Shobhe nahīn sansāra
Alakh niranjananī dhūṇī dhakhāvī
Thavā bhavasāgar para… Maiyā pingaḷā…