બીજાં બધાં વનવગડાનાં વા - Bijan Badhan Vanavagadanan Va - Gujarati

બીજાં બધાં વનવગડાનાં વા

પીપળાનાં ઝાડમાં જેમ છાંયડો રહે
એમ મારામાં રહેતી એક મા…
મા… મા…
બીજાં બધાં વનવગડાનાં વા

આંખમાંથી ટપક્યું તે આંસું નથી
આ તો છીપમાંથી નીકળ્યું છે મોતી
મોતીના મોલ સામે દરિયો પણ ટીપું
મેં તો માની નજરથી લીધું ગોતી

માડીને સાવકી માતા કહી
મોટા ખોરડાં વગોવશો ના…
ના… ના…
બીજાં બધાં વનવગડાનાં વા

માવડી તો બસ એક માવડી જ હોય છે
માવડીને મુખવટો હોય નહિ
મુઠ્ઠી ઊઘડે તો લાગે ઊઘડ્યું છે ફૂલ
અહીં માવડી સિવાય બીજું કોઈ નહિ

માનો ખોળો નથી સાવકી પથારી
મારા લાલ હવે મારો થઈ જા…
થઈ જા… થઈ જા…
બીજાં બધાં વનવગડાનાં વા

પીપળાનાં ઝાડમાં જેમ છાંયડો રહે
એમ મારામાં રહેતી એક મા
મા… મા… મા…
બીજાં બધાં વનવગડાનાં વા


बीजां बधां वनवगडानां वा

पीपळानां झाडमां जेम छांयडो रहे
एम मारामां रहेती एक मा…
मा… मा…
बीजां बधां वनवगडानां वा

आंखमांथी टपक्युं ते आंसुं नथी
आ तो छीपमांथी नीकळ्युं छे मोती
मोतीना मोल सामे दरियो पण टीपुं
में तो मानी नजरथी लीधुं गोती

माडीने सावकी माता कही
मोटा खोरडां वगोवशो ना…
ना… ना…
बीजां बधां वनवगडानां वा

मावडी तो बस एक मावडी ज होय छे
मावडीने मुखवटो होय नहि
मुठ्ठी ऊघडे तो लागे ऊघड्युं छे फूल
अहीं मावडी सिवाय बीजुं कोई नहि

मानो खोळो नथी सावकी पथारी
मारा लाल हवे मारो थई जा…
थई जा… थई जा…
बीजां बधां वनवगडानां वा

पीपळानां झाडमां जेम छांयडो रहे
एम मारामां रहेती एक मा
मा… मा… मा…
बीजां बधां वनवगडानां वा


Bijan Badhan Vanavagadanan Va

Pipalanan zadaman jem chhanyado rahe
Em maraman raheti ek ma… Ma… ma… Bijan badhan vanavagadanan va

Ankhamanthi tapakyun te ansun nathi
A to chhipamanthi nikalyun chhe moti
Motina mol same dariyo pan tipun
Men to mani najarathi lidhun goti

Madine savaki mata kahi
Mota khoradan vagovasho na… Na… na… Bijan badhan vanavagadanan va

Mavadi to bas ek mavadi j hoya chhe
Mavadine mukhavato hoya nahi
Muththi ughade to lage ughadyun chhe ful
Ahin mavadi sivaya bijun koi nahi

Mano kholo nathi savaki pathari
Mara lal have maro thai ja… Thai ja… thai ja… Bijan badhan vanavagadanan va

Pipalanan zadaman jem chhanyado rahe
Em maraman raheti ek ma
Ma… ma… ma… Bijan badhan vanavagadanan va


Bījān badhān vanavagaḍānān vā

Pīpaḷānān zāḍamān jem chhānyaḍo rahe
Em mārāmān rahetī ek mā… Mā… mā… Bījān badhān vanavagaḍānān vā

Ānkhamānthī ṭapakyun te ānsun nathī
Ā to chhīpamānthī nīkaḷyun chhe motī
Motīnā mol sāme dariyo paṇ ṭīpun
Men to mānī najarathī līdhun gotī

Māḍīne sāvakī mātā kahī
Moṭā khoraḍān vagovasho nā… Nā… nā… Bījān badhān vanavagaḍānān vā

Māvaḍī to bas ek māvaḍī j hoya chhe
Māvaḍīne mukhavaṭo hoya nahi
Muṭhṭhī ūghaḍe to lāge ūghaḍyun chhe fūl
Ahīn māvaḍī sivāya bījun koī nahi

Māno khoḷo nathī sāvakī pathārī
Mārā lāl have māro thaī jā… Thaī jā… thaī jā… Bījān badhān vanavagaḍānān vā

Pīpaḷānān zāḍamān jem chhānyaḍo rahe
Em mārāmān rahetī ek mā
Mā… mā… mā… Bījān badhān vanavagaḍānān vā


Source : સ્વરઃ મિતાલી સિંઘ
ગીતઃ અનિલ જોશી સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ મોક્ષ (૧૯૯૯)