બીજું હું કાંઈ ન માગું - Bijun Hun Kani N Magun - Gujarati

બીજું હું કાંઈ ન માગું

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઈ ન માગું

સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું

તુંબડું મારું પડ્યું નકામું
કોઈ જુએ નહિ એના સામું
બાંધી તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું

સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું

એકતારો મારો ગુંજશે મીઠું
દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું
ગીતની રેલશે એક અખંડિત ધાર
એમાં થઈ મસ્ત હું રાચું

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઈ ન માગું


बीजुं हुं कांई न मागुं

आपने तारा अंतरनो एक तार
बीजुं हुं कांई न मागुं

सुणजे आटलो आर्त तणो पोकार
बीजुं हुं कांई न मागुं

तुंबडुं मारुं पड्युं नकामुं
कोई जुए नहि एना सामुं
बांधी तारा अंतरनो त्यां तार
पछी मारी धून जगावुं

सुणजे आटलो आर्त तणो पोकार
बीजुं हुं कांई न मागुं

एकतारो मारो गुंजशे मीठुं
देखशे विश्व रह्युं जे अदीठुं
गीतनी रेलशे एक अखंडित धार
एमां थई मस्त हुं राचुं

आपने तारा अंतरनो एक तार
बीजुं हुं कांई न मागुं


Bijun Hun Kani N Magun

Apane tara antarano ek tar
bijun hun kani n magun

sunaje atalo arta tano pokara
bijun hun kani n magun

tunbadun marun padyun nakamun
koi jue nahi ena samun
bandhi tara antarano tyan tara
pachhi mari dhun jagavun

sunaje atalo arta tano pokara
bijun hun kani n magun

ekataro maro gunjashe mithun
dekhashe vishva rahyun je adithun
gitani relashe ek akhandit dhara
eman thai masta hun rachun

apane tara antarano ek tar
bijun hun kani n magun


Bījun hun kānī n māgun

Āpane tārā antarano ek tār
bījun hun kānī n māgun

suṇaje āṭalo ārta taṇo pokāra
bījun hun kānī n māgun

tunbaḍun mārun paḍyun nakāmun
koī jue nahi enā sāmun
bāndhī tārā antarano tyān tāra
pachhī mārī dhūn jagāvun

suṇaje āṭalo ārta taṇo pokāra
bījun hun kānī n māgun

ekatāro māro gunjashe mīṭhun
dekhashe vishva rahyun je adīṭhun
gītanī relashe ek akhanḍit dhāra
emān thaī masta hun rāchun

āpane tārā antarano ek tār
bījun hun kānī n māgun


Source : ભાનુભાઈ વ્યાસ ‘બાદરાયણ