દયારામ-Dayaram - Dayarama-Dayaram - Bhajan Lyrics

દયારામ-Dayaram

દયારામ (૧૭૭૭–૧૮૫૩) ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે.
દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા.
તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા
વિક્રમ સંવત ૧૮૫૮ માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા
દયારામનું મોટા ભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે. તેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા ૮૭ જેટલી કહેવાય છે.
તેમની કેટલીક જાણીતી કૃતિઓ:

શ્યામ રંગ સમીપે ન જાઉં
હવે સખી નહીં બોલું,
ઓ વ્રજનારી!

–>શુક્લા, પ્રવિણાબેન (૧૯૮૩). કવિ દયારામની કવિતામાં તત્વજ્ઞાન . મુંબઈ: શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિશ્વવિદ્યાલય.
–>સુભદ્રા એમ. દવે (૧૯૭૦). દયારામ: એક અધ્યયન. અનડા બુક ડિપો


दयाराम-Dayaram

दयाराम (१७७७–१८५३) गरबी शैलीमां गीतो रचनार प्रथम मध्यकालीन गुजराती कवि हता. तेमणे रचेलां पुष्टिमार्गे अनुसरता कृष्णभक्तिना पदो खूब ज प्रख्यात छे. दयाराम, नरसिंह महेता अने मीरांबाईनी साथे गुजराती साहित्यमां भक्ति आंदोलनना अग्रणी योगदानकर्ता गणाय छे.
दयारामनो जन्म १६ ओगस्ट १७७७ना रोज नर्मदा नदीने किनारे आवेला चाणोदमां थयो हतो. तेओ नागर ब्राह्मण प्रभुराम पंड्याना बीजा पुत्र हता. तेमनी मोटी बहेन डाहीगौरी अने नानो भाइ मणीशंकर ९ अने २ वर्षनी वये ज अवसान पाम्या हता.
तेमना पिता कारकून हता. दयारामे बहु अल्प मात्रामां शिक्षण लीधुं हतुं अने तेमने वैष्णव मंदिरमां भजन गावामां रस हतो. तेमना लग्न बाळपणमां थया हता परंतु तेमनी पत्नि लग्नना बे वर्ष पछी मृत्यु पामी अने तेमना बीजा लग्न तेमना पितानुं अवसान थवाथी टक्या नही. बे वर्ष पछी तेमनी मातानुं पण अवसान थयुं. तेओ चाणोद अने डभोइमां तेमना सगा-सबंधीओनां घरे रहेता हता. दयारामे भारतभरमां वैष्णव संप्रदायनां महत्वनां स्थळोनी मुलाकात लीधी हती. इच्छाराम भट्टना संपर्कमां आव्या पछी तेओ धार्मिक वृत्ति तरफ वळ्या हता
विक्रम संवत १८५८ मां तेओ वल्लभ महाराज थकी पुष्टिमार्गी वैष्णव संप्रदायमां जोडाया अने विक्रम संवत १८६१मां संपूर्ण रीते परोवाइ गया हता
दयारामनुं मोटा भागनुं सर्जन गरबी स्वरूपे छे. तेमनी कुल रचनाओ विशे विद्वानोमां मतभेद छे. तेमनी कुल रचनाओनी संख्या ८७ जेटली कहेवाय छे.
तेमनी केटलीक जाणीती कृतिओ:

श्याम रंग समीपे न जाउं
हवे सखी नहीं बोलुं,
ओ व्रजनारी!

–>शुक्ला, प्रविणाबेन (१९८३). कवि दयारामनी कवितामां तत्वज्ञान . मुंबई: श्रीमती नाथीबाई दामोदर ठाकरशी महिला विश्वविद्यालय.
–>सुभद्रा एम. दवे (१९७०). दयाराम: एक अध्ययन. अनडा बुक डिपो


Dayarama-Dayaram

Dayaram (1777-1853) garabi shailiman gito rachanar pratham madhyakalin gujarati kavi hata. Temane rachelan pushtimarge anusarata krushnabhaktina pado khub j prakhyat chhe. Dayarama, narasinha maheta ane miranbaini sathe gujarati sahityaman bhakti andolanana agrani yogadanakarta ganaya chhe.
Dayaramano janma 16 ogasta 1777na roj narmada nadine kinare avela chanodaman thayo hato. Teo nagar brahman prabhuram pandyana bija putra hata. Temani moti bahen dahigauri ane nano bhai manishankar 9 ane 2 varshani vaye j avasan pamya hata.
Temana pita karakun hata. Dayarame bahu alpa matraman shikshan lidhun hatun ane temane vaishnav mandiraman bhajan gavaman ras hato. Temana lagna balapanaman thaya hata parantu temani patni lagnana be varsh pachhi mrutyu pami ane temana bija lagna temana pitanun avasan thavathi takya nahi. Be varsh pachhi temani matanun pan avasan thayun. Teo chanod ane dabhoiman temana saga-sabandhionan ghare raheta hata. Dayarame bharatabharaman vaishnav sanpradayanan mahatvanan sthaloni mulakat lidhi hati. Ichchharam bhattana sanparkaman avya pachhi teo dharmik vrutti taraf valya hata
Vikram sanvat 1858 man teo vallabh maharaj thaki pushtimargi vaishnav sanpradayaman jodaya ane vikram sanvat 1861man sanpurna rite parovai gaya hata
Dayaramanun mota bhaganun sarjan garabi svarupe chhe. Temani kul rachanao vishe vidvanoman matabhed chhe. Temani kul rachanaoni sankhya 87 jetali kahevaya chhe.
Temani ketalik janiti krutio:

Shyam ranga samipe n jaun
Have sakhi nahin bolun,
O vrajanari!

->shukla, pravinaben (1983). Kavi dayaramani kavitaman tatvajnyan . Munbai: shrimati nathibai damodar thakarashi mahila vishvavidyalaya.
->subhadra ema. Dave (1970). Dayarama: ek adhyayana. Anada buk dipo


Dayārāma-Dayaram

Dayārām (1777–1853) garabī shailīmān gīto rachanār pratham madhyakālīn gujarātī kavi hatā. Temaṇe rachelān puṣhṭimārge anusaratā kṛuṣhṇabhaktinā pado khūb j prakhyāt chhe. Dayārāma, narasinha mahetā ane mīrānbāīnī sāthe gujarātī sāhityamān bhakti āndolananā agraṇī yogadānakartā gaṇāya chhe.
Dayārāmano janma 16 ogasṭa 1777nā roj narmadā nadīne kināre āvelā chāṇodamān thayo hato. Teo nāgar brāhmaṇ prabhurām panḍyānā bījā putra hatā. Temanī moṭī bahen ḍāhīgaurī ane nāno bhāi maṇīshankar 9 ane 2 varṣhanī vaye j avasān pāmyā hatā.
Temanā pitā kārakūn hatā. Dayārāme bahu alpa mātrāmān shikṣhaṇ līdhun hatun ane temane vaiṣhṇav mandiramān bhajan gāvāmān ras hato. Temanā lagna bāḷapaṇamān thayā hatā parantu temanī patni lagnanā be varṣh pachhī mṛutyu pāmī ane temanā bījā lagna temanā pitānun avasān thavāthī ṭakyā nahī. Be varṣh pachhī temanī mātānun paṇ avasān thayun. Teo chāṇod ane ḍabhoimān temanā sagā-sabandhīonān ghare rahetā hatā. Dayārāme bhāratabharamān vaiṣhṇav sanpradāyanān mahatvanān sthaḷonī mulākāt līdhī hatī. Ichchhārām bhaṭṭanā sanparkamān āvyā pachhī teo dhārmik vṛutti taraf vaḷyā hatā
Vikram sanvat 1858 mān teo vallabh mahārāj thakī puṣhṭimārgī vaiṣhṇav sanpradāyamān joḍāyā ane vikram sanvat 1861mān sanpūrṇa rīte parovāi gayā hatā
Dayārāmanun moṭā bhāganun sarjan garabī svarūpe chhe. Temanī kul rachanāo vishe vidvānomān matabhed chhe. Temanī kul rachanāonī sankhyā 87 jeṭalī kahevāya chhe.
Temanī keṭalīk jāṇītī kṛutio:

Shyām ranga samīpe n jāun
Have sakhī nahīn bolun,
O vrajanārī!

–>shuklā, praviṇāben (1983). Kavi dayārāmanī kavitāmān tatvajnyān . Munbaī: shrīmatī nāthībāī dāmodar ṭhākarashī mahilā vishvavidyālaya.
–>subhadrā ema. Dave (1970). Dayārāma: ek adhyayana. Anaḍā buk ḍipo