હાં રે ધન્ય આજની ઘડી રળિયામણી - Dhanya Aajni Ghadi Raniyamani - Gujarati & English Lyrics

હાં રે ધન્ય આજની ઘડી રળિયામણી,
હેજી મારો વા’લો આવ્યાની વધામણી હો જીરે, આજની ઘડી રે…

હેજી મા’રા વા’લાને દાતણ દાઢમી, હેજી મારા પ્રભુને કણેરી કાંબ રે
હોજી રે, આજની ઘડી રે…

હેજી મા’રા વા’લાને નાવણ કુંડિયુ, હેજી મારા પ્રભુને નદિયું નાં નિર રે,
હોજી રે, આજની ઘડી રે…

હેજી મા’રા વા’લાને ભોજન લાપસી, હેજી મારા ભુને પાંચ પકવાન રે,
હોજી રે, આજની ઘડી રે…

હેજી મા’રા વા’લાને મુખવાસ એલચી, હેજી મારા પ્રભુને પાન પચાસ રે,
હોજી રે, આજની ઘડી રે…

હેજી મા’રા વા’લાને રમત સોગઠાં, હેજી મારા પરભુને પાસાની જોડ રે,
હોજી રે, આજની ઘડી રે…

હાં રે ધન્ય આજની ઘડી રળિયામણી, આજની ઘડી રે રળિયામણી,

Dhanya Aajni Ghadi Raniyamani

Han re dhanya ajani ghadi raliyamani,
Heji maro va’lo avyani vadhamani ho jire, ajani ghadi re…

Heji ma’r va’lane datan dadhami, heji mar prabhune kaneri kanba re
Hoji re, ajani ghadi re…

Heji ma’r va’lane navan kundiyu, heji mar prabhune nadiyun nan nir re,
Hoji re, ajani ghadi re…

Heji ma’r va’lane bhojan lapasi, heji mar bhune pancha pakavan re,
Hoji re, ajani ghadi re…

Heji ma’r va’lane mukhavas elachi, heji mar prabhune pan pachas re,
Hoji re, ajani ghadi re…

Heji ma’r va’lane ramat sogathan, heji mar parabhune pasani jod re,
Hoji re, ajani ghadi re…

Han re dhanya ajani ghadi raliyamani, ajani ghadi re raliyamani,