ધન્ય ગોકુળિયું ધન્ય વનરાવન, ધન્ય ગોકુળની નારી રે,
માતા જશોદા ધોવા ગ્યા’તાં ઝૂલડી વિસારી;
કોઈને જડી હોય તો દેજો મારા કાનકુંવરની ઝૂલડી…
સાવ સોનાની ઝૂલડી મહીં રૂપાના છે ધાગા,
અવર લોકને અરધે નહિ મારા નંદકુંવરનાં વાધાં;
કોઈને જડી હોય તો દેજો મારા કાનકુંવરની ઝૂલડી…
શેરીએ શેરીએ સાદ પડાવું, ઘર ઘર હીંડું જોતી.
ઝૂલડીને છેડે મારાં અમૃત સાચાં મોતી;
કોઈને જડી હોય તો દેજો મારા કાનકુંવરની ઝૂલડી…
ધમણ ધમાવું ગોળા તપાવું. નારદને તેડાવું,
ઝૂલડીને કારણ અને તાતા સમ ખવરાવું;
કોઈને જડી હોય તો દેજો મારા કાનકુંવરની ઝૂલડી…
Dhanya Re Gokuliyu Dhanya Re Vanravan
Dhanya gokuliyun dhanya vanaravana, dhanya gokulani nari re,
Mat jashod dhov gya’tan zuladi visari;
Koine jadi hoya to dejo mar kanakunvarani zuladi…
Sav sonani zuladi mahin rupan chhe dhaga,
Avar lokane aradhe nahi mar nandakunvaranan vadhan;
Koine jadi hoya to dejo mar kanakunvarani zuladi…
Sherie sherie sad padavun, ghar ghar hindun joti.
Zuladine chhede maran amrut sachan moti;
Koine jadi hoya to dejo mar kanakunvarani zuladi…
Dhaman dhamavun gol tapavun. Naradane tedavun,
Zuladine karan ane tat sam khavaravun;
Koine jadi hoya to dejo mar kanakunvarani zuladi…
ધન્ય રે ગોકુળિયું ને ધન્ય રે વનરાવન… ભજનિક- પાર્વતીબેન. રાધાકૃષ્ણ ભજન મંડળ વિજાપુર. (2021, January 17). YouTube